મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

જો કે ટ્રેડ યુનિયનોની માંગ

EPFO: ન્યુનતમ પેન્શન તથા વ્યાજદરો પર આજે ફેંસલોઃ પેન્શન ૩૦૦૦ થવા શકયતા

નવી દિલ્હી, તા.૨૦: EPFO  મેમ્બર્સ માટે આજે એક મોટા સમાચાર મળી શકે છે. મોદી સરકાર પીએફ ખાતાધારકોની ન્યૂનતમ પેન્શન રકમ ટૂંક સમયમાં વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક ૨૦ નવેમ્બરે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો પર વિચારણા થવાની છે. બેઠકનો મુખ્ય એજન્ડા પેન્શનની લદ્યુત્તમ રકમ વધારવાનો અને વ્યાજ દરો અંગે નિર્ણય લેવાનો છે.

EPFO એ ૨૦ નવેમ્બર ૨૦૨૧ના રોજ દિલ્હીમાં યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. બેઠકમાં હાજર રહેલા સભ્યો માટે એજન્ડા પણ બહાર પાડવામાં આવ્યો છે. એવી આશા વ્યકત કરવામાં આવી છે કે આ બેઠકમાં વ્યાજ દરો અને લદ્યુત્તમ પેન્શન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. CBTના છેલ્લી બેઠક માર્ચમાં શ્રીનગરમાં યોજાઈ હતી. CBTએ ૨૦૨૦-૨૧ માટે સભ્યોના ખાતામાં EPF જમા થાપણો પર વાર્ષિક ૮.૫ ટકા વ્યાજ દરની ભલામણ કરી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ હાલના ન્યૂનતમ પેન્શનને ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૬,૦૦૦ રૂપિયા કરવાની માંગ કરી છે, જયારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી અથવા CBT તેને વધારીને ૩,૦૦૦ રૂપિયા કરી શકે છે. પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં EPFO   ના પૈસા રોકાણનો વિવાદાસ્પદ મુદ્દો પણ બેઠકમાં ચર્ચાનો વિષય બનશે. ઉપરાંત, ૨૦૨૧-૨૨ માટે પેન્શન ફંડનો વ્યાજ દર શું હોવો જોઈએ તે મુદ્દે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

સીબીટી લદ્યુત્તમ પેન્શન વધારીને રૂ.૩,૦૦૦ કરવાનો નિર્ણય લઈ શકે છે. વેપારી સંગઠન તેને વધારવાની માંગ કરી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચ્ભ્જ્માં જમા રકમ પર વર્તમાન ૮.૫ ટકા વ્યાજ દર ચાલુ રહી શકે છે. વર્તમાન વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની શકયતા ઓછી છે.

(10:17 am IST)