મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

બોયફ્રેન્ડનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડ કહ્યંુ : આઇ એમ સોરી

જયપુરમાં એક ગર્લફ્રેન્ડે ખાવામાં નશીલો પદાર્થ ભેળવી હોંશ ગુમાવી ચૂકેલા બોયફ્રેન્ડનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો : હોંશમાં આવ્યા બાદ યુવકે મદદ માટે ગર્લફ્રેન્ડને ફોન કર્યો, બાદમાં યુવતીએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો

જયપુર,તા. ૨૦: રાજસ્થાનના જયપુરમાંથી એક ગર્લફ્રેન્ડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડે ખાવામાં નશીલો પદાર્થ ભેળવ્યા બાદ બોયફ્રેન્ડ હોંશ ગુમાવી બેસ્યો હતો અને બાદમાં તે પ્રાઈવેટ પાર્ટ કાપીને જતી રહી હતી. જો કે, બોયફ્રેન્ડે ફોન કર્યાં બાદ ગર્લફ્રેન્ડ ઘરે પરત આવી હતી અને બોયફ્રેન્ડને આઈ એમ સોરી કહીને તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. બે દિવસ સુધી યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યો હતો. જે બાદ તેણે પોલીસમાં ગર્લફ્રેન્ડ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી

રાજસ્થાનના બીકાનેરનો રહેવાસી બોયફ્રેન્ડે બે વર્ષ પહેલાં યોગા ટ્રેનિંગ લઈ રહ્યો હતો, તે સમયે તેની મુલાકાત યોગા ટ્રેનર રીમા સાથે થઈ હતી. ટ્રેનિંગ દરમિયાન યુવક રીમા સાથે દોસ્તી થઈ હતી અને બંને એકબીજાની નજીક આવી ગયા હતા. જો કે, ૧૬ નવેમ્બરના રોજ રીમાએ યુવકને પોતાના ઘરે બોલાવ્યો હતો. જો કે, ખાવાનું ખાધા બાદ યુવક હોંશ ગુમાવી બેઠો હતો અને જયારે તેને હોંશ આવ્યા ત્યારે તેનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હતો.

પીડિતે પોલીસને જણાવ્યા અનુસાર, રીમાએ ખાવામાં કોઈ નશીલો પદાર્થ નાખી દીધો હતો, જેને કારણે તેને ઊંઘ આવી ગઈ હતી અને તે હોંશ ગુમાવી બેઠો હતો. રાત્રે ૨ વાગ્યે જયારે તેને હોંશ આવ્યો ત્યારે તેના કપડા ફાટી ગયા હતા અને બેડ પર લોહીથી લથપથ હતું. જયારે પ્રાઈવેટ પાર્ટ અલગ પડ્યો હતો. અસહ્ય દુઃખાવા વચ્ચે યુવકે ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો, તે સમયે રીમાએ કહ્યું કે, આઈ એમ સોરી. જો કે, યુવકે અનેક વિનંતી કર્યા બાદ રીમા ઘરે પરત આવી હતી અને યુવકને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગઈ હતો.

પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ યુવકને વધુ સારવાર અર્થે સવાઈ માનસિંહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી રજા મળ્યા બાદ યુવકે ભાંકરોટા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ફરાર ગર્લફ્રેન્ડ રીમાની શોધખોળ હાથ ધરી છે. જો કે, તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોવાને કારણે પોલીસને તેનું લોકેશન મળી રહ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર રીમાની અટકાયત બાદ જ આ કૃત્ય પાછળનું કારણ જાણવા મળી શકે છે. 

(9:57 am IST)