મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

સ્મૃતિ ઇરાનીની પહેલી નવલકથા 'લાલ સલામ' પ્રકાશિત

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની પહેલી નવલકથા પ્રકાશિત થઇ છે

નવી દિલ્હી,તા. ૨૦: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની પહેલી નવલકથા પ્રકાશિત થઈ છે. 'લાલ સલામ'નામની આ નવલકથાનું પ્રકાશન વેસ્ટલેન્ડ પ્રકાશક કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ર૯ નવેમ્બરે સ્ટોલ પર ઉપલબ્ધ થનારી આ નવલકથા ૨૦૧૦માં દાંતેવાડામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના ૭૬ જવાનોની પૃષ્ઠભૂમિમાં લખાયેલી છે. વિક્રમ પ્રતાપસિંહ નામનો યુવા અધિકારી કેવી રીતે બહાદુરીપૂર્વક પડકારોનો સામનો કરે છે એની વાત નવલકથામાં રસપ્રદ રીતે વણી લેવાઈ છે. સ્મૃતિ ઈરાનીએ આ નવલકથા વિશે કહ્યું હતું કે વરસોથી આ કથા તેમના મગજમાં ફર્યા કરતી હતી, જેથી અંતે તેમણે કથાને કાગળ પર ઉતારવાનું નક્કી કર્યું હતું. 

(9:56 am IST)