મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

સેન્સેકસ આગામી વર્ષે ૮૦,૦૦૦ થઇ શકે : મોર્ગન સ્ટેનલી

ભારતનો વૈશ્વિક બોન્ડ ઇન્ડાસિસમાં સમાવેશ થતાં ૨૦ અબજ ડોલરનો ઇનફલો જોવાયો

નવી દિલ્હી,તા. ૨૦ : કોર્પોરેટ સેકટરના નફા ક્ષમતામાં સુધારાની નવી સાઇકલ શેરબજારની તેજીનો આગળ વધારશે પણ તે સાથે બજારમાં ઉંચી ચંચળતાનો માહોલ રહેશે. સેન્સેકસ ૨૦૨૦માં ૮૦,૦૦૦ સુધી આગળ વધશે એમ મોર્ગન સ્ટેનલીના ઇકિવટી સ્ટ્રેટેજીસ્ટ રિધમ દેસાઇએ એક નોંધમાં જણાવ્યુ હતું. તેમના કહેવા પ્રમાણે ભારતીય કોર્પોરેટ સેકટરની નફા ક્ષમતામાં અપટ્રેન્ડની સાથે સર્પોટીવ પોલિસી, ફિકસ્ડ ઇન્કમમાં વધારો, નવા ઇસ્યુ અને વિશ્વની સાથેના સંબંધિત માર્કેટમાં ઘટતા વળતરને કારણે ભારતીય શેરબજારમાં તેજી આગળ વધતી જોવાશે.

કંપનીઓની આવકમાં આગામી બે વર્ષ દરમિયાન ૨૭ ટકાના ચક્રવૃધ્ષ્િ દરે ગ્રોથ જોવાશે. અને સેન્સેકસ બેઝ કેસમાં ડિસેમ્બરમાં ૨૦૨૨ને  અંતે ૭૦,૦૦૦ થઇ શકે છે. આમરા નાણા વર્ષ ૨૦૨૨ના અંદાજમાં કંપની અર્નિંગમાં સાત ટકાના ઘટાડાનો અંદાજ છે પણ નાણા વર્ષ ૨૦૨૩માં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. વધુમાં એવું પણ નોંધમાં જણાવવામાં આવ્યુ હતુ કે તેજીના કિસ્સામાં સેન્સેકસ ૮૦,૦૦૦ સુધી પહોંચી શકે છે. જો કે તેઓએ કોવિઢ ૧૯ના વૈશ્વિક સ્તરે જોવાઇ રહેલા ત્રીજા વેવની ચિંતા વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, ભારતમાં તે આવવો જોઇએ નહીં વધુમા ભારતનો વૈશ્વિક બોન્ડ ડોલરનો ઇનફલો જોવાયો હતો. વધુમાં ડોલર ઇન્ડેકસ અને ક્રૂડના ભાવ રેન્જ બ્રાઉન્ડ રહેવા જોઇએ તેમજ રિઝર્વ બેન્કની પોલિસી પગલાંઓ યથાવત રહેવા જોઇએ. અથવા રાહતના પગલાં ખેંચાવાનું ઢીલમાં પડવું જોઇએ.

(9:55 am IST)