News of Saturday, 20th November 2021
અમેરિકાએ 18 વર્ષથી વધુ વયના લોકો માટે ફાઇઝર અને મોડર્ના કોવિડ વેક્સીન બૂસ્ટરને માન્યતા આપી
હાલમાં ઉપલબ્ધ ડેટા સપોર્ટના આધારે મોર્ડના અને ફાઈઝર-બાયોએનટેક COVID-19 રસીના એક બૂસ્ટર ડોઝ માન્યતા આપી
નવી દિલ્હી : અમેરિકાએ 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક માટે ફાઈઝર અને મોડર્ના કોવિડ વેક્સિન બૂસ્ટરને માન્યતા આપી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ માહિતી આપી. એફડીએ એ ફાઈઝર- બાયોએનટેક અને મોર્ડના રસીના ત્રીજા ડોઝ માટે ઈમરજન્સી ઉપયોગની માન્યતા આપી. જે 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો અને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના કોઈપણ માટે પહેલેથી જ ઉપલબ્ધ હતો.
એફડીએ સેન્ટર ફોર બાયોલોજિક્સ ઈવેલ્યુએશન એન્ડ રિસર્ચના ડિરેક્ટર પીટર માર્ક્સે જણાવ્યું હતું કે એફડીએ નક્કી કર્યું છે કે હાલમાં ઉપલબ્ધ ડેટા સપોર્ટ મોર્ડના અને ફાઈઝર-બાયોએનટેક COVID-19 રસીના એક બૂસ્ટર ડોઝની પાત્રતાનો વિસ્તાર 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના વ્યક્તિઓ માટે કરે છે.
(10:48 pm IST)