મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

કોરોનાનો કહેર વધતા સોમવારથી ઓસ્ટ્રિયામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત

લોકડાઉન 20 દિવસ સુધી ચાલી શકે :1 ફેબ્રુઆરી 2022થી રસીકરણ કાયદાકીય જરૂરિયાત ગણાશે

ઑસ્ટ્રિયાએ રસીકરણ વગરના લોકો પર લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યાર પછી હવે સોમવારથી દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.

ચાન્સેલર ઍલેક્ઝાન્ડર શેલેનબર્ગના જણાવ્યા પ્રમાણે આ લૉકડાઉન 20 દિવસ સુધી ચાલી શકે છે અને 1 ફેબ્રુઆરી 2022થી રસીકરણ કાયદાકીય જરૂરિયાત ગણાશે. નવ પ્રાંતના ગવર્નરને મળ્યા પછી શેલેનબર્ગે કહ્યુ હતું કે અમે નથી ઇચ્છતા કોરોનાની પાંચમી લહેર આવે

(10:23 pm IST)