મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

' આત્મ નિર્ભર ભારત ' : 105 મીટર લાંબુ , હેલિકોપ્ટરને ઓનબોર્ડ લઈ જવા સક્ષમ , તથા સુરક્ષા, સલામતી ,અને રેસ્ક્યુ માટે સજ્જ તેવું ગોવા શિપયાર્ડમાં બનેલું સ્વદેશી જહાજ ‘સાર્થક’ પોરબંદરના દરિયા કિનારે લાંગર્યું

અમદાવાદ : 105 મીટર લાંબુ , હેલિકોપ્ટરને ઓનબોર્ડ લઈ જવા સક્ષમ , તથા સુરક્ષા, સલામતી ,અને રેસ્ક્યુ માટે સજ્જ તેવું ગોવા શિપયાર્ડમાં બનેલું સ્વદેશી જહાજ  ‘સાર્થક’ પોરબંદરના દરિયા કિનારે લાંગર્યું છે.કે જેણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ' આત્મ નિર્ભર ભારત 'કલ્પનાને સાકાર કરી બતાવી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ ‘સાર્થક’બેઝ પોર્ટ પોરબંદર પહોંચ્યું છે.

19 નવેમ્બર 2021 ના રોજ. સાર્થકને ડીજી કે નટરાજન, પીવીએસએમ, પેટીએમ, દ્વારા કમિશન કરવામાં આવ્યું હતું. જે ગોવામાં ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક ટી.એમ. જહાજ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રાપ્ત થયું છે.

આ તકે ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) જનરલ અનિલ કુમાર હરબોલા, કમાન્ડર કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ નંબર - 01 ડીઆઈજી એસકે વર્ગીસ,તથા અન્ય ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીઆઈજી એમએમ સૈયદએ જણાવ્યું હતું કે આ જહાજનું નિર્માણ મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. કે જેણે
માનનીય પીએમનું આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કર્યું છે.

ICGS સાર્થક અત્યાધુનિક સાધનોથી સજ્જ છે અને તેમાં ભારતીય કોસ્ટ ગાર્ડના કાર્યને ચલાવવા માટે શસ્ત્રો અને સેન્સરનો સમાવેશ થાય છે.જે
કોસ્ટ ગાર્ડ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, સલામતી અને રેસ્ક્યુ માટે સજ્જ છે.તથા 6000 નોટિકલ માઈલની કેપેસીટી ધરાવે છે.પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (ડિફેન્સ વિંગ) ભારત સરકાર દ્વારા જાણવા મળે છે.

(9:07 pm IST)