મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

કોરોના રસીના મુદ્દે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ : રસી અને રસીકરણની તૈયારીઓને લઈને સમીક્ષા

રણનીતિ ઘડવા વર્ચુઅલ બેઠક :PMO, નીતિ આયોગ, વિદેશ અને વિજ્ઞાન મંત્રાલયના અધિકારીઓ હાજર

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે કોરોનાની વેક્સીનને બનાવવા માટે અને તેને લઈને પ્રત્યેક વ્યક્તિ સુધીને તેને પહોંચાડવાની ભારતની રણનીતિને કેન્દ્રીય થિંકટેંક નીતિ આયોગ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચુઅલ બેઠક યોજી હતી.

પીએમ મોદી એ રસીકરણના પ્રોગ્રામ માટે રસી અને ટેકનોલોજી પ્લેટફોર્મ ઉમેરવા, HCW એક્સેસ કરવા, કોલ્ડ ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે વસ્તી જૂથોની અગ્રતા જેવા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી. પીએમ મોદીની આ સમીક્ષા બેઠકમાં પીએમઓ, નીતિ આયોગ, વિદેશ મંત્રાલય, આરોગ્ય અને વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:04 pm IST)