મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ

સવારે હવાની ગુણવત્તાની ઇન્ડેક્સ 291 નોંધાઈ: પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હજી પણ પરાલી સળગાવવાનો સિલસિલો યથાવત

નવી દિલ્હી : દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ બની રહ્યું છે. થોડા દિવસોની રાહત બાદ ફરી એક વખત પ્રદૂષણનું સ્તર વધવાનું શરૂ થયું છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે આઠ વાગ્યે હવાની ગુણવત્તાની ઇન્ડેક્સ 291 નોંધાઈ હતી.કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ અનુસાર, સિરી ફોર્ટ ખાતે એક્યુઆઈ 287 (નબળી કેટેગરી) અને અરબિંદો માર્ગ પર 291 (નબળી કેટેગરી) નોંધાઈ છે.

દિવાળીના બીજા દિવસે વરસાદ બાદ દિલ્હી એનસીઆરના લોકોને પ્રદૂષણથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત પ્રદૂષણ વધવાનું શરૂ થયું છે. આઇએમડી અનુસાર પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હજી પણ પરાલી સળગાવવામાં આવી રહી છે. તેની અસર દિલ્હી એનસીઆરમાં જોવા મળી રહી છે. .

(10:22 am IST)