મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

દેશમાં કોરોના કેસની સંખ્યા 90 લાખને પાર પહોંચી : છેલ્લા 24 કલાકમાં 45,882 કેસ : 584 લોકોના મોત

અત્યાર સુધીમાં 84,28,409 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ 1,32,162 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 90 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,882 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 584 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 90,04,365 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,32,162 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 84,28,409 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,794એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

દિલ્હી : ૭,૫૪૬

કેરળ : ૫,૭૨૨

મહારાષ્ટ્ર : ૫,૫૩૫

પશ્ચિમ બંગાળ : ૩,૬૨૦

ઉત્તરપ્રદેશ : ૨,૫૮૬

રાજસ્થાન : ૨,૫૪૯

હરિયાણા : ૨,૨૧૨

છત્તીસગઢ : ૨,૧૪૯

કર્ણાટક : ૧,૮૪૯

તમિલનાડુ : ૧,૭૦૭

મધ્યપ્રદેશ : ૧,૩૬૩

ગુજરાત : ૧,૩૪૦

આંધ્રપ્રદેશ : ૧,૩૧૬

બેંગ્લોર : ૧,૦૪૮

મુંબઇ : ૯૨૪

ઓડિશા : ૮૬૮

હિમાચલ પ્રદેશ : ૭૯૬

બિહાર : ૭૯૪

પંજાબ : ૭૯૨

જમ્મુ કાશ્મીર : ૫૬૦

પુણે : ૫૨૧

જયપુર : ૫૧૯

ચેન્નાઈ : ૪૭૧

ઉત્ત્।રાખંડ : ૩૮૬

ઝારખંડ : ૨૩૦

મણિપુર :૨૩૦

આસામ : ૧૭૫

ચંડીગઢ :૧૫૫

ગોવા : ૧૩૬

મેઘાલય : ૧૦૯

નાગાલેન્ડ : ૯૪

લદાખ : ૯૧

પુડ્ડુચેરી : ૫૯

અમેરીકા : ૧,૯૨,૧૮૬ નવા કેસ

ભારત : ૪૫,૮૮૨ નવા કેસ

ઈટાલી : ૩૬,૧૭૬ નવા કેસ

બ્રાઝીલ : ૩૫,૬૮૬ નવા કેસ

જર્મની : ૨૩,૬૭૬ નવા કેસ

રશિયા : ૨૩,૬૧૦ નવા કેસ

ઇંગ્લેંડ : ૨૨,૯૧૫ નવા કેસ

ફ્રાંસ : ૨૧,૧૫૦ નવા કેસ

સ્વિત્ઝર્લેન્ડ : ૫,૦૦૭ નવા કેસ

કેનેડા : ૪,૬૪૫ નવા કેસ

જાપાન : ૨,૧૫૧ કેસ

યુએઈ : ૧,૧૫૩ કેસ

દક્ષિણ કોરિયા : ૩૪૩ કેસ

હોંગકોંગ : ૧૨ કેસ

ઓસ્ટ્રેલિયા : ૭ કેસ

ન્યુઝીલેન્ડ : ૨ કેસ

નવા કેસો : ૪૫,૮૮૨

નવા મૃત્યુ : ૫૮૪

સાજા થયા : ૪૪,૮૦૭

કુલ કોરોના કેસો : ૯૦,૦૪,૩૬૬

એકટીવ કેસો : ૪,૪૩,૭૯૪

કુલ સાજા થયા : ૮૪,૨૮,૪૧૦

કુલ મૃત્યુ : ૧,૩૨,૧૬૨

૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૦,૮૩,૩૯૭

કુલ ટેસ્ટ : ૧૨,૯૫,૯૧,૭૮૬

અમેરીકા : ૧,૨૦,૭૦,૭૧૨ કેસો

ભારત : ૯૦,૦૪,૩૬૬ કેસો

બ્રાઝીલ : ૫૯,૮૩,૦૮૯ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(12:54 pm IST)