મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

મધ્ય પ્રદેશમાં ૭૦ વર્ષની વૃધ્ધા ઉપર રેપ : મોઢામાં માટી નાખી : પ્રાઇવેટ પાર્ટ પર માર

બેહદ શરમજનક -ખોફનાક ઘટના : નરાધમોએ બાદમાં કરી હત્યા

ભોપાલ,તા. ૨૦: મધ્ય પ્રદેશના વિદિશામાં એક અત્યંત બેહદ શર્મનાક અને ખૌફનાક દ્યટના સામે આવી છે. જયાં એક ૭૦ વર્ષની વૃદ્ઘ મહિલા પર પહેલાં બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી તેની બેરહમી પૂર્વક હત્યા કરી દેવામાં આવી.જયારે મહિલા ખેતરમાં સિંચાઇની દેખરેખ રાખી રહી હતી ત્યારે અજાણ્યા નરાધમો દ્યટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા છે.આખી દ્યટના વાંચશો તો ચોકકસ તમારો ગુસ્સો ફાટી નિકળશે અને તમારો આત્માં ઝંઝોળી ઉઠશે.નરાધમોએ મહિલાના મોંઢામાં માટી ભરી દીધી હતી અને તેણીના પ્રાઇવેટ પાર્ટ પર લાઠી દંડાથી હુમલો કર્યો હતો.એટલું જ નહીં પણ દુષ્ટ નરાધમોએ મહિલાના નગ્ન શબના ટુકડા કરીને ઝાડીમાં મૃતદેહને ફેંકી દીધું હતું.

અત્યંત ઘૃણાસ્પદ એવી આ ઘટના વિદિશા જિલ્લાના ગ્યારસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.જયાં ૧૮ અથવા ૧૯મીની રાત્રે ઓલીજા ગામની બહારના વિસ્તારમાં અજાણ્યા લોકોએ ૭૦ વર્ષની વૃદ્ઘા સાથે બળાત્કાર કરીને તેણીની હત્યા કરી નાંખી હતી. મહિલા ખેતરમાં સિંચાઇ પર નજર રાખવા માટે ગઇ હતી.

પોલીસે કહ્યું હતું કે, અજાણ્યા આરોપીઓએ પીડિતાના મોંઢામાં માટી ભરી દીધી હતી અને તેણીના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો. ગુરુવારે સવારે જયારે ગામના લોકોએ ઝાડીમાં નગ્ન મહિલાના ટુકડાં થયેલા શબને જોયું ત્યારે પોલીસને જાણ કરવામાં આવી.

ગ્યારસુપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહેન્દ્ર શાકયએ કહ્યું હતું કે, દ્યટનાની જાણ થતા મહિલાના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહિલાની ઓળખ કરવામાં આવી હતી.જિલ્લાના પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ પણ દ્યટના સ્થળે પહોંચી હતી.ઘટનાની તપાસ કર્યા બાદ મહિલાને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.મહિલાના પરિવારજનોએ કહ્યું હતું કે ખેતરમાં વાવણીની સિઝન શરૂ થઇ હોવાને કારણે છેલ્લાં દ્યણા દિવસથી મહિલા સિંચાઇના પાણીના દેખરેખ માટે દરરોજ ખેતર જતી હતી.

પોલીસે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બળાત્કાર અને હત્યાનો મામલો લાગે છે.પીડિતા પર અત્યંત ક્રુર રીતે હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા આરોપીઓ વિરુદ્ઘ બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલા પર બળાત્કાર અને હત્યાની દ્યટનાને કારણે ગામના લોકો અત્યંત રોષે ભરાયા છે અને પોલીસને તાત્કાલિક આરોપીઓને પકડવાની માગ કરી છે.

(9:48 am IST)