મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ડો. સીપી ઠાકુરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ટવીટ કરીને આપી જાણકારી : કહ્યું -સંર્પકમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવે અને કોરોના ગાઈડલાઇનનું પાલન કરે

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. સીપી ઠાકુર પણ કોરોના સંક્રમિત થયા છે.કોરોના પોઝિટિવ આવ્યાની વાત તેઓએ ટ્વિટ કરીને પોતે જ આપી છે તેઓએ કહ્યું કે તેમને કોરોનાના લક્ષણો લાગતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 તેઓએ  કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તે પણ તેમના ટેસ્ટ કરાવી લે અને સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.

(9:47 am IST)