મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

14 ડિસેમ્બરે રામવિલાસ પાસવાનના નિધન બાદ ખાલી પડેલી રાજ્યસભાની સીટ પર પેટાચૂંટણી

નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરાશે : 5 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર પાછુ ખેંચી શકાશે

નવી દિલ્હી : ભારતીય ચૂંટણી પંચે જાહેરાત કર્યા મુજબ લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનના નિધનના કારણે ખાલી પડેલી રાજ્યસભાની સીટ માટે થનારી પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ રાજ્યસભા સીટ પર 14 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે. બિહારથી રાજ્યસભાના સભ્ય તરીકે પાસવાનનો કાર્યકાળ એપ્રિલ 2024 સુધીનો છે. પણ તેમનું નિધન 8 ઓક્ટોબરે થયુ હતું. તેથી આ સીટ હવે ખાલી પડી છે.

રાજ્યસભાની પેટાચૂંટણી માટે નોટિફિકેશન 26 નવેમ્બરે જાહેર થશે. જ્યારે 3 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવામાં આશે. 4 નવેમ્બરે તેની તપાસ થશે. 5 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર પાછુ ખેંચી શકાશે. ત્યાર બાદ 14 નવેમ્બરે સવારના 9થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે. બાદમાં ચૂંટણી પંચ પરિણામ જાહેર કરશે.

(12:00 am IST)