મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

બીપીસીએલ,એસસીએલ અને કોનકોર સહીતની સાત કંપનીઓમાં વિનિવેશની કેબિનેટની મંજૂરી

સરકારની ભાગીદારી ઘટાડાશે : નુમાલીગઢ રિફાઇનરી (NRL)ને સરકાર વેચશે નહીં.: મેનેજમેન્ટ કંટ્રોલમાં થશે ફેરફાર

 

નવી દિલ્હી : કેબિનેટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)સહિત 5 સરકારી કંપનીઓમાં સ્ટ્રેટેજિક વિનિવેશને મંજૂરી આપી છે. નાણામંત્રી  નિર્મલા સીતારમણે કેબિનેટની બેઠક પછી કહ્યું હતું કે કેબિનેટે BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કોનકોર (CONCOR)માં વિનિવેશને મંજૂરી આપી છે. વિત્ત મંત્રીએ કહ્યું હતું કે કેટલાક CPSEsમાં 51% ભાગ ઘટાડવાની મંજૂરી આપી છે. જોકે તેમાં મેનેજમેન્ટ કંટ્રોલ સરકાર પાસે રહેશે.

 વિત્ત મંત્રીએ કહ્યું હતું કે સરકાર બીપીસીએલમાં સ્ટ્રેટેજિક વિનિવેશ કરશે પણ બીપીસીએલનો એક ભાગ અસમમાં નુમાલીગઢ રિફાઇનરી (NRL)ને સરકાર વેચશે નહીં. નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડની 61.65 ટકા ભાગીદારી વેચવામાં આવશે નહીં. તેમાં સરકારની ભાગીદારી રહેશે. બીપીસીએલનું આખું મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર થશે.
   નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કેબિનેટે 7 CPSEsમાં વિનિવેશને મંજૂરી આપી છે. કેબિનેટે SCIમાં 63.75 ટકા ભાગીદારી અને કોનકોરમાં 30.8 ટકા ભાગીદારી ઘટાડવાને મંજૂરી આપી છે. ખરીદદારને SCIનો મેનેજમેન્ટ કંટ્રોલ પણ મળશે. નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પોવર કોર્પોરેશન લિમિટેડ (NEEPCO)ની 100 ટકા ભાગીદારી NTPCને આપવામાં આવશે. જ્યારે ટીએચડીસીએલ ઇન્ડિયા લિમિટેડ (THDCIL)નો મેનેજમેન્ટ કંટ્રોલ પણ NTPCને મળશે.

(11:35 pm IST)