મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

ઇઝરાયલી સૈન્યનો સીરિયા અને ઈરાનના ઠેકાણાં ઉપર હવાઈ હુમલો

ઈરાની સૈન્યના રોકેટ હુમલા સામે જવાબી કાર્યવાહી : મોટાભાગની મિસાઇલો તોડી પાડ્યાનો સીરિયાનો દાવો

નવી દિલ્હી : ઇઝરાયલનું કહેવું છે કે તેણે સીરિયામાં કેટલાંય સરકારી ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે અને સીરિયા સ્થિત ઈરાની સૈન્યનાં ઠેકાણાં ઉપર પણ હુમલો કર્યો છે.

ઇઝરાયલનું કહેવું છે કે ઈરાની સૈન્યના રૉકેટ હુમલાની વળતી કાર્યવાહીના ભાગરુપે આ હુમલો કરવામાં આવ્યો છે.

આ દરમિયાન સીરિયાનું કહેવું છે કે આ હુમલામાં તેના બે નાગરિકો માર્યા ગયા છે.

સીરિયાનો દાવો છે કે તેની ઍર ડિફેન્સ સિસ્ટમે રાજધાની દમાસ્કસ તરફ આવી રહેલી મોટા ભાગની મિસાઇલો તોડી પાડી છે.

જોકે, અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધારે છે.

(9:47 pm IST)