મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

શાઓમી 5-જી કનેકિટવિટીથી સજ્જ વ્યાજબી ભાવમાં સ્માર્ટ ફોન્સ લોન્સ કરશે

નવી દિલ્હી : Xiaomiના સીઇઓ લેઇ જૂને ર૦૧૯ ની ચાઇના મોબાઇલ ગ્લોબલ પાર્ટનર કોન્ફ્રેસમાં કહ્યું કે ર૮પ ડોલર (ર૦૦૦ યુઆન/ર૦ હજાર રૂપિયા) થી વધુ કિંમતવાળા બધાા શાઓમી સ્માર્ટફોન  5-જી કનેકિટવિટીથી સજ્જ હશે. ન્યુઝ પોર્ટલને ગિઝમોચાઇનાએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે,  કંપનીની પ્રથમ છ માસિકમાં ઓછામાં ૧૦ 5-જી  વ્યાજબી ભાવના ફોનની જાહેરાત કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

Xiaomi  પહેલાં જ કેટલાક 5-જી ફોન્સ, જેમ કે  Xiaomi Mi Mix 3 (5G)  અને  Xiaomi Mi Mix Alpha લોન્ચ કરી ચુકી છે. આ ઉપરાંત કંપનીએ પહેલાં જ  5G + IoT રણનીતિ શરૂ કરી છે.

Xiaomi  સબ બ્રાંડ Redmi એ ભારતમાં થોડા સમય પહેલાં K20--સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા હતાં. હવે કંપની આ સીરીઝના આગામી સ્માર્ટ ફોન પર કામ કરી રહી છે. Xiaomiના જનરલ મેનેજર   Lu Weibng એ તાજેતરમાં કંફોર્મ કર્યુ હતું કે કંપની  Redmi K30 સ્માર્ટફોન પર કામ કરી રહી છે. તેમણે  Weibo પર સ્માર્ટફોનની કેટલીક ડિટેલ્સ શેર કરી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે, નો અપકમિંગ સ્માર્ટફોન  Media Tek ના પ્રોસેસર સાથે આવશે.

(5:27 pm IST)