મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

કતાર (દોહા)ની ધરતી ઉપર ભારતનો તિરંગો

વઢવાણ,તા.૨૦: આરબ દેશના કતાર (દોહા) ખાતે તાજેતરમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ ફેડરેશન દ્વારા રમાયેલ વર્લ્ડ વેટ્રેન્સ ટેબલ ટેનીસ માં ૨૮ દેશના ૧૫૦ થી વધારે ખેલાડીઓ રમવા આવેલ હતા. તેમાં ૭૦-૭૪ વય જુથમાં ભારતના ૨ નામાંકિત ખેલાડીઓ શ્રી બળવંતભાઈ કંસારા (અમદાવાદ) અને નઝમિભાઈ કિનખાબવાલા (સુરત) એ ભાગ લીધેલ.

નઝમીભાઈ કિનખાબવાલા એ ભારત તરફથી રમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ. જયારે બળવંતભાઈ કંસારા અને નઝમીભાઇ કિનખાબવાલા ની જોડીએ મેન્સ ડબલમાં રમીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવી ભારત નું ગૌરવ વધાર્યું છે.

આ અગાઉ પણ આ બંને ખેલાડીઓ એ શ્રીલંકા ખાતે ૨૦૧૭ માં રમાયેલ સાઉથ એશિયા વેટ્રેન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નામના મેળવેલ.

બળવંતભાઈ કંસારા અને તેમની ટીમે ૨૦૧૮ માં પણ ઇન્દોર ખાતે રમાયેલ ઇન્ડિયા માસ્ટર ચેમ્પિયનશિપ માં બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ઘિ પ્રાપ્ત કરેલ છે.

આમ વિશ્વ ફલક ઉપર આ બંને ખેલાડીઓએ ભારતનું નામ રોશન કરેલ છે.

(1:11 pm IST)