મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

સગી બહેન-ભાભી-ભત્રીજી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ પુત્રની સગા મા-બાપ-નાના ભાઇએ હત્યા કરી

દારૂડીયા પુત્રે ન કરવાના કાળા કામા કર્યાઃ સગી મા સાથે છેડછાડ કરી : અવારનવાર કુટુંબી મહિલાઓ ઉપર કુકર્મ ગુજારતો

ભોપાલઃ મધ્ય પ્રદેશના એક દંપતીની 'બળાત્કારી' પુત્રની હત્યા બદલ ધરપકડ કરાઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતક એક દારૂડિયા હતો જે પરિવારની જ મહિલાઓ સાથે નિયમિત દુર્વ્યવહાર કરતો હતો.

 મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના એક દંપતીની સોમવારે તેમના પુત્રની હત્યા કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી, જેણે તેની સગી બહેન, ભાભી અને ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો હતો.

 પોલીસે જણાવ્યું હતું કે આ દંપતીના નાના પુત્રની પણ આ ગુનામાં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

  પોલીસ સબ ડિવિઝનલ ઓફિસર (એસ.ડી.ઓ.પી.),  ગીતા ભારદ્વાજે જણાવ્યું હતું કે,  ૨૪ વર્ષીય વ્યકિતનો મૃતદેહ દતિયા શહેરની ટેકરીઓ પરથી મળી આવ્યો હતો. લાશની ઓળખ કરી તેના પરિવારને સોંપવામાં આવી હતી.

  તેણીએ જણાવ્યું હતું કે જયાં લાશ મળી હતી તે સ્થળે મારામારીના કોઇ નિશાન નથી.  મૃતકના પગ પર તેલના નિશાન હતા  તેની ચંપલ  થોડે દૂર મળી આવી હતી, તેમાં તેલના નિશાન નથી.  આથી શંકા ગયેલ કે આ માણસની કયાંક બીજે હત્યા કરવામાં આવી હતી અને લાશ ત્યાં ફગાવી દેવામાં આવી હતી. પોતાના દિકરાનો મૃતદેહ જોઇને  મા-બાપનું રૃંદન કૃત્રિમ લાગતું હતું. પરંતુ આપણે વિશ્વાસ કરી શકીએ નહીં કે કોઈ પણ કારણોસર  સગા મા-બાપ તેના જ પુત્રની હત્યા કરશે. બાતમીદારો દ્વારા જાણવા મળ્યા પછી જ વાત  અમે દંપતીની પૂછપરછ કરી.  પરંતુ તેઓ અમને ગેરમાર્ગે દોરતા રહ્યા.

 અંતે મા-બાપે કબૂલ્યું કે તેઓએ તેમના નાના પુત્રની મદદથી તેમના સગા મોટા પુત્રની હત્યા કરી છે.  

 આરોપીઓએ અમને કહ્યું કે મૃતક દારૂના નશામાં હતો.  તેણે તેની બહેન, નાના ભાઈની પત્ની અને ભત્રીજી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.  તેણે તેની માતાની પણ છેડતી કરી હતી.  તેની પત્નીએ તેને છ-સાત મહિના પહેલાં ત્યજી દીધો હતો.  ૧૧ નવેમ્બરની રાત્રે તેણે તેની ભાભી પર ફરીથી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો.  આથી જ તેઓની  કરવી પડી છે.    મા-બાપ-પુત્રને જેલમાં મોકલી અપાયા છે.

(1:10 pm IST)