મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

આઇટી કંપનીઓ ૩૦ થી ૪૦ હજાર લોકોની છટણી કરે એવી શકયતા

ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીએફઓ મોહનદાસ પઇએ કહ્યું...

બેન્ગલોર તા. ર૦ : રોજગાર મુદ્દે આ ખતરાની ઘંટી છે. ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઇનેન્શિય ઓફીસર (સીએફઓ) મોહનદાસ પઇએ કહ્યું કે જો અર્થવ્યવસ્થામાં આવેલ મંદી આગળ પણ ચાલુ રહેશે તો ભારતીય આઇટી કંપનીઓ આ વર્ષે અંદાજે ૩૦-૪૦ હજાર લોકોની છટણી કરી શકે છે. તેમણે કહ્યું કે આઇટી ઉદ્યોગમાં દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જતી હોય છે. પાંચ વર્ષમાં આઇટી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા ફેરફાર થાય છે અને એના કારણે જ લોકોની છટણી કરવામાં આવતી હોય છ.ે

પશ્ચિમના દેશોમાં તમામ ઔદ્યોગીક ક્ષેત્રોમાં આવી સ્થિતિ સર્જાય છે. ભારતમાં પણ જયાં કોઇ ક્ષેત્રે પરિપકવ થઇ જાય છે.ે ત્યારે ત્યાં મધ્યમ સ્તરના ઘણા કર્મચારીઓ એવા હોય છે જેઓ મળી રહેલા પગાર અનુસાર મૂલ્યવર્ધતી કરી શકતા નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે કંપનીઓ ઝડપથી વૃદ્ધિ કરતી હોય ત્યારે બઢતી થતીહોય છ, પરંતુ જયારે એમાં નરમાઇ કે મંદીનો માહોલ સર્જાય છે ત્યારે ઉંચા સ્તરે રહેલા અધિકારીઓ-કર્મચારીઓ જેઓ તગડો પગાર લેતા હોય છે તેમની સંખ્યા વધી જાય છે. આવ સ્થિતિમાં કંપનીઓએ સમયે-સમયે પોતાના કાર્યબળનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે છે અને કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડે છે.

(11:37 am IST)