મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

પાકિસ્તાનનાં ખૈબર પ્રાંતમાં ખોદકામ કરતા મળ્યા ત્રણ હજાર વર્ષ જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો

ત્રણ હજાર વર્ષ જૂનું શહેર માં હિન્દૂ મંદિરોના પુરાવા પણ મળ્યા: અવશેષો એલેક્ઝાન્ડરના યુગના

 

નવી દિલ્હી ;પુરાતત્ત્વવિદોએ ખોદકામ વેળાએ પાકિસ્તાનમાં ત્રણ હજાર વર્ષ જૂનું શહેર શોધી કાઢ્યું છે. શહેરમાં હિન્દુ મંદિરોના પુરાવા પણ મળી આવ્યા છે.

  ઇટાલી અને પાકિસ્તાનના પુરાતત્ત્વવિદો દ્વારા સંયુક્ત ખોદકામ દ્વારા ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ત્રણ હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોદકામમાં મળેલા શહેરના અવશેષો એલેક્ઝાન્ડરના યુગના છેખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના સ્વાત જિલ્લાની બરીકોટ તહસિલમાં શોધાયેલું શહેરનું નામ બજીરા છે

 અત્રે ઉલેલ્ખનીય છે કે પ્રાંતના ખોદકામ દરમિયાન પહેલા પણ પાંચ હજાર વર્ષ પહેલાં પણ ભૂતકાળમાં સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. જ્યારે નવી શોધમાં ત્તકાલીન સમયનાં હિન્દુ મંદિરો, સિક્કા, સ્તૂપોં, વાસણો અને શસ્ત્રોના પુરાવા પણ મળ્યા છે.

   પુરાતત્ત્વવિદોનું માનવું છે કે 326 ઈસા પૂર્વમાં સિંકદર તેની સેના સાથે અહિંયા પ્રદેશમાં આવ્યો હતો. અને તેણે ઓડીગ્રામ ક્ષેત્રમાં પોતાનાં વિરોધિયોને કરારી હાર આપીને બજીરા શહેર અને એક કિલ્લે સ્થાપિત કર્યો હતો. વિશેષજ્ઞોને શહેરમાં સિંકદરનાં આગમનથી પણ પહેલાની વસ્તીનાં સબૂતો મળ્યા છે. પ્રદેશમાં સિંકદરનાં આગમન પહેલાં ભારતીય-યૂનાની , બુદ્ધમત, હિંદુ શાહી સમુદાયનાં લોકો શહેરમાં વસવાટ કરતા હતા.

(12:18 am IST)