મુખ્ય સમાચાર
News of Tuesday, 20th November 2018

યુ.કે.ની રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીના ફેલો તરીકે ઇન્ડિયન અમેરિકન ડો.રાજ શાહની પસંદગી

ન્યુયોર્કઃ યુ.કે.ની રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીમાં યુ.એસ.ના ન્યુયોર્ક સ્થિત ઇન્ડિયન અમેરિકન કેમિકલ એન્જીનીઅર ડો.રાજ શાહને ફેલો તરીકે સ્થાન અપાયુ છે. ઉપરાંત ચાર્ટર્ડ પેટ્રોલિઅમ એન્જીનીઅર તરીકે એનર્જી ઇન્સ્ટીટયુટ દ્વારા ચૂંટાઇ આવેલા સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનું માન પણ તેમણે મેળવ્યું છે.

સમગ્ર વિશ્વમાં ૫૪ હજાર મેમ્બર્સ ધરાવતી યુ.કે.ની રોયલ સોસાયટી વિશ્વ વ્યાપ્ત કેમિકલ સાયન્ટીસ્ટસનું વ્યાવસાયિક સંગઠન છે.

જેમાં પસંદ થયેલા શ્રી શાહ ફયુઅલ, લુબ્રીકન્ટસ તથા ગ્રીસના લેબોરેટરી પરીક્ષણ ક્ષેત્રે માસ્ટરી ધરાવે છે. જે માટે તેઓને એવોર્ડસ મળેલા છે.

(9:51 pm IST)