મુખ્ય સમાચાર
News of Wednesday, 20th October 2021

આગ્રા કસ્ટડીમાં મોત કેસમાં 5 પોલીસકર્મી સસ્પેન્ડ : પીડિતોના પરિજનોને 10 લાખનું વળતર અપાશે

પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા જતા હતા ત્યારે પોલીસે કસ્ટડીમાં લીધા બાદ ભારે હોબીવાળો થતા પોલીસે પ્રિયંકાને જવાની પરવાનગી આપી

યૂપીના આગ્રા પોલીસ સ્ટેશનમાં 30 વર્ષિય સફાઈ કર્મચારી, અરૂણ કુમારના મોત પછી એક વખત ફરીથી ઉત્તર પ્રદેશ પોલીસ વિવાદોમાં છે. યોગી સરકાર પર વિપક્ષના વધતા તીખા પ્રશ્નો વચ્ચે યૂપી પોલીસે કડક પગલાઓ ભરતા કેસ સાથે સંબંધિત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ કેસ અંગે આગ્રા જોનના ADG રાજીવ કૃષ્ણાએ કહ્યું કે- “અમે તે બધા પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે જેઓ પૂછપરછમાં સામેલ હતા. એક ગેઝેટેડ અધિકારી આ કેસની તપાસ કરશે. પીડિતોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.”

આગ્રા પોલીસે ADG રાજીવ કૃષ્ણાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ADG રાજીવ કૃષ્ણાએ કહ્યું કે, સફાઈ કર્મચારી અરૂણ કુમારે 25 લાખ રૂપિયાની ચોરીના કેસમાં સામેલ થવાની વાત સ્વીકારી હતી અને તેના પરથી લગભગ 15 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી.

ADG રાજીવ કૃષ્ણાએ કહ્યું કે- “તેના ઘર ઉપર જ તેની (અરૂણ કુમાર) તબિયત ખરાબ થઈ, તેને તત્કાલ હોસ્પિટલ લઈ જજવામાં આવ્યો. NHRCની ગાઈડ લાઈન અનુસાર પરિજનોની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. દોષી પોલીસ વિરૂદ્ધ વિભાગ કાર્યવાહી કરશે… પરિવારે પોતાની ફરિયાદમાં તે આશંકા વ્યક્ત કરી છે કે પોલીસે માર-પીટ કરી છે.”

જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIRમાં મૃતક સફાઈ કર્મચારી, અરૂણ કુમારના ભાઈ સોનૂએ કહ્યું કે પોલીસની કડકાઇ અને ખરાબ રીતે પૂછપરછના કારણે જ મારા ભાઈનું મૃત્યું થયું છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા માટે આગ્રા માટે નિકળ્યા હતા પરંતુ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. ઘણી વાર સુધી કસ્ટડીમાં રાખ્યા પછી પોલીસે પ્રિયંકાને જવાની પરવાનગી આપવામાં આવી. આનાથી પહેલા પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

તેમને ટ્વિટ કરતાં યોગી સરકારને પ્રશ્ન કર્યો કે- “કોઈને પોલીસ કસ્ટડીમાં જીવથી મારી નાંખવો ક્યાનો ન્યાય છે? આગ્રા પોલીસ કસ્ટડીમાં અરૂણ વાલ્મિકીના મોતની ઘટના નિંદાત્મક છે. ભગવાન વાલ્મિકિ જયંતિના દિવસે ઉત્તર પ્રદેશ સરકારે તેમના સંદેશા વિરૂદ્ધનું કામ કર્યું છે. ઉચ્ચસ્તરીય તપાસ અને પોલીસવાળાઓ ઉપર કાર્યવાહી થાય અને પીડિતને વળતર આપવામાં આવે. “

(11:17 pm IST)