મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

રિયલ એસ્ટેટમાં સારા દિવસો આવવાની આશા

મુંબઈના બિલ્ડરો આપી રહ્યા છે સ્કીમ ઉપર સ્કીમ

રાજકોટઃ કોરોનાના લોકડાઉન દરમ્યાન રિયલ એસ્ટેટ ધંધામાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ મૂંબઈમાં સારા સમાચાર આવી રહ્યા છે, ચાલુ વર્ષ દરમ્યાન જો રિયલ એસ્ટેટની સ્થિતિ જોઈએ તો આંકડાઓ એવા સામે આવી રહ્યા છે કે રિયલ એસ્ટેટ જાણે સાવ ઠપ્પ થઈ ગયું છે, પરંતુ નવરાત્રિ સમયમાં સારા મુહૂર્તના લીધે રિયલ એસ્ટેટમાં નોંધણી કરાવવાની પ્રોસેસ શરૂ થઈ છે તેવા અંદાજ જોવાઈ રહ્યા છે. લોકો હવે ધીમે ધીમે પોતાના કામ ધંધે લગતા થયા છે તારે જે લોકો ઘર લેવાની તૈયારીમાં હતા તેઓએ ઘર નોંધાવવાની તૈયારી શરૂ કરી છે.

રિયલ એસ્ટેટમાં ભાવ સ્થિર રહ્યો છે, ત્યારે બેન્કો પણ લોન આપવાની તૈયારીમાં છે, સામે બિલ્ડરો પણ અનેક સ્કીમ જાહેર કરી રહ્યા છે જેથી જે લોકો પોતાનું ઘર બનાવવાના સપના જોઈ રહ્યા છે તે લોકો સારા મુહૂર્તમાં મકાન નોંધાવી રહ્યા છે.

(2:46 pm IST)