મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

સાંજે ૬ વાગ્યે PMનું રાષ્ટ્રજોગ પ્રવચન

વડાપ્રધાન શું બોલશે? કઇ જાહેરાત કરશે? અટકળોની આંધી : ઠંડી નજીક છે તહેવારો પણ આવે છેઃ સર્તકતાની અપીલ કરી શકે છે

નવી દિલ્હી, તા.૨૦: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સાંજે ૬ વાગ્યે દેશને સંબોધન કરશે. તેઓએ એક ટવિટમાં તેની જાણકારી આપી અને લોકોને સાથે જોડાવા માટે કહ્યુ, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને અનેકવાર દેશને સંબોધિત કરી ચુકયા છે. તેઓ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં પણ કોરોના અંગે દેશવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપતા રહ્યા છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે વડાપ્રધાન આજના સંબોધનમાં શું કહેશે.

સોશ્યલ મીડિયામાં અનેક અટકળો શરૂ કરવામાં આવી છે. મોદીએ તેમના ટવિટમાં લખ્યું, આજે સાંજે ૬ વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ, તમે જરૂર ભાગ લેશો.

મોદીના આધિકારીક હેન્ડલથી ટવિટ આવતાની સાથે જ ટવિટર પર હલચલ તે જ જોવા મળી છે. લોકો વિચારવા લાગ્યા છે કે વડાપ્રધાન આજે શું બોલશે? અમુકે તો નોટબંધીની યાદ અપાવીને પુછયું કે, બસ એટલુ કહી દો કે ૫૦૦ની નોટ કે ૨૦૦૦ની નોટ સંબોધનના ટાઇમિંગ અંગે પણ મજાક ચાલુ થતી જોવા મળી છે. એક યુઝરે લખ્યું કે ઠંડી આવી રહી છે. વિશેસજ્ઞોએ જણાવ્યું કે ઠંડીની ઋતુમાં કોરોના વધુ જોર પકડશે. હાલમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર પર પહેલેથી જ અંદાજ ૮ લાખ એકટિવ કેસોનું દબાણ છે. એવામાં ઠંડીએ અસર દેખાડી અને તહેવાર સીઝનમાં લાપરવાહી જોવા મળી તો સંક્રમણ વધુ ફેલાશે. હાલમાં જ એક ટોપ લેવલ મીટીંગમાં વડાપ્રધાનને આ વાત થી અવગત કરાયા હતા. પીએમ મોદી જનતાને સાવધાન રહીને તહેવાર મનાવાની અપીલ કરશે.

રાષ્ટ્રજોગ સંબોધનમાં શું હોઈ શકે?

   કોરોના મહામારીમાં દેશની સ્થિતિ શું છે તે બાબતે બોલી શકે

   ચીન સરહદે ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ સંબોધન હોઈ શકે

   કોરોના મહામારી અને રસીને લઈને પણ મુદ્દો સંબોધનમાં હોઈ શકે

   ચૂંટણીઓની મોસમમાં નાગરિકોએ કેવી રીતે સલામતી જાળવવી તેના વિશે પણ વાત કરી શકે

   કોરોનાકાળમાં દેશની આર્થિક પરિસ્થિતિને લઈને પણ વાત કરી શકે

   ખેડૂતોના ૩ કાયદાઓ વિશે પણ PM મોદી સંબોધન કરી શકે

સાંજે ૬ના ટકોરે નરેન્દ્રભાઇ શું કહેશે ?

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિવાળીના તહેવારો પુર્વે સબ સલામતનો સંદેશ આપવા સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા, માસ્ક પહેરવા અને કોરોના વેકસીન આવતા વર્ષમાં આવી રહયાનું કહે તેવુ આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે (ન્યુઝ ફર્સ્ટ)

(3:31 pm IST)