મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

દેશનો દર બીજો ખેડૂત નવા કૃષિ કાનુનના વિરોધમાં

દેશવ્યાપી સર્વેમાં વિરોધ કરનારા પર ટકા ખેડૂતોમાંથી ૩૬ ટકાથી વધુ આ કાનુન અંગે વધુ જાણતા નથી : ૩પ ટકા ખેડૂતો કહે છે કે સરકારે ખેડૂતો માટે સારૂ કામ કર્યુઃ ર૦ ટકાના મતે સરકાર ખાનગી કંપનીઓના સમર્થનમાં છે

નવી દિલ્હી તા. ર૦ :.. કોન્ટ્રાકટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતીના કાનુનને સરકાર ખેડૂતોનું નસીબ બદલાવી નાખશે તેવું કહે છે. જયારે વિપક્ષ અને કિસાન સંગઠનોનું કહેવું છે કે કૃષિ કાનુનથી ખેતી - કૃષિ પર અદાણી-અંબાણી જેવા કોર્પોરેટર  માંધાતાઓનું વર્ચસ્વ વધશે સરકારની દલીલો અને વિપક્ષના દાવા વચ્ચે દેશના ખેડૂતોનું શું કહેવું છે ? ગ્રામિણ મીડિયા સંસ્થા ગાંવ કનેકશને ૧૬ રાજયોના પ૦રર ખેડૂતો સાથે વાત કરી રેપીડ સર્વે કરાવ્યો આ સર્વેમાં સામે આવ્યું છે કે, દેશના ૪૬ ટકા ખેડૂતો કોન્ટ્રાકટ ફાર્મના નવા કાનુનના પક્ષમાં છે. જયારે ૪૦ ટકા ખેડૂતોનું કહેવું છે કે, આ બિલ ખેડૂત વિરોધી છે જયારે ૩ ટકા એવા પણ ખેડૂત છે જે નથી તરફેણ કરતા કે નથી વિરોધ કરતા ૧૧ ટકા ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાકટ ફાર્મિગના નવા કાનુન પર કશું કહેવું  વ્હેલું ગણાશે. જયારે ધ ઇન્ડીયન ફાર્મર્સ પરસેપ્શન ઓફ ધ ન્યુ એગ્રી લોજના સર્વેમાં જણાયું છે કે દેશમાં દર બીજો ખેડૂત સંસદે હાલમાં પસાર કરેલ કાનુનની વિરૂધ્ધ છે જયારે ૩પ ટકા ખેડૂત આ કાનુનનું સમર્થન કરે છે. જો કે એવું પણ જણાવ્યું છે કે કૃષિ કાનુનનો વિરોધ કરનારા પર ટકા ખેડૂતોમાંથી ૩૬ ટકાથી વધુ આ કાનુન અંગે વધુ જાણતા નથી. આ જ રીતે કૃષિ કાનુનનું સમર્થન કરનાર ૩પ ટકા ખેડૂતોમાંથી લગભગ ૧૮ ટકાને તે અંગે કશુ ખબર નથી.

ગાંવ કનેકશને આ સર્વે ૩ થી ૯ ઓકટોબર વચ્ચે ૧૬ રાજયોના પ૩ જીલ્લામાં કરાવ્યો હતો. સર્વે મુજબ પ૭ ટકા ખેડૂતોમાં એ બાબતનો ડર છે કે, નવા કૃષિ કાનુન લાગુ થયા બાદ ખુલ્લા બજારમાં તેમને જણસ ઓછા ભાવે વેંચવા માટે મજબુર બનવું પડશે ૩૩ ટકા ખેડૂતોને ડર છે કે સરકાર ન્યુનતમ સમર્થન મુલ્યની વ્યવસ્થાને સમાપ્ત કરી દેશે.

મહત્વની વાતમાં છે કે આ કૃષિ કાનુનોનો વિરોધ કરનાર અડધાથી વધુ (પર ટકા) ખેડૂતોમાંથી ૩૬ ટકાને આ કાનુન વિષે વિશેષમાહિતી નથી. લગભગ ૪૪ ટકા ખેડૂતોનું કહેવું છે કે મોદી સરકાર ખેડૂત સમર્થક છે જયારે ર૮ ટકાનું કહેવું છે કે સરકાર ખેડૂત વિરોધી છે.

સર્વેમાં ૩પ ટકાએ કહયું હતું કે મોદી સરકારે ખેડૂતો માટે સારૂ કામ કર્યુ તો ર૦ ટકાએ કહયું છે કે સરકાર ખાનગી કંપનીઓની  તરફેણ કરે છે.

સર્વેમાં જણાયું કે ૬૭ ટકા ખેડૂતોને આ ત્રણેય કાનુન વિષે માહિતી હતી. બે તૃત્યાંશ ખેડૂતો દેશમાં ચાલી રહેલા ખેડૂત વિરોધથી જાણમાં હતાં. વિરોધ અંગે જાગૃતતા ઉત્તર - પશ્ચિમ ક્ષેત્ર (૯૧ ટકા)ના ખેડૂતો હતાં.

જેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સામેલ છે. પ.બંગાળ, ઓડીશા, છત્તીસગઢ માં ૪૬ ટકા જાગૃતતા હતાં.

(11:26 am IST)