મુખ્ય સમાચાર
News of Monday, 19th October 2020

માત્ર બે શખ્સો રહેતા હોવા છતાં કોરોના સામે સાવચેતી : તમામ પ્રકારના નિયમોનું કરે છે પાલન:ઇટલીના હેમલેટની રસપ્રદ કથા

બંને વૃધ્ધો કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી તેથી શહેર છોડવા તૈયાર નથી

 

નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે ગીચ વિસ્તારવાળા શહેરના લોકો સાવચેતીના ભાગરુપે સોશિયલ ડિસટન્સ જાળવી રાખે છે. ઘણા લોકો કોરોના વાયરસના કહેરને સમજી પણ ગયા છે જે બીજા વાયરસની જેમ હવામાં ડ્રોપલેટ્સ મારફતે ફેલાય છે. શહેરોમાં જીવ બચાવવા માટે માસ્ક પહેરી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે.

ઘણા દિવસો બાદ ઈટલીના હેમલેટમાં એક રસપ્રદ વસ્તુઓ જોવા મળી છે. જિયોવની કૈરિલી (82) અને જિયામ્પિયરો નોબિલી(74) નામના બે શખ્સ નોર્ટોસ્કે નામના એક એકાંત શહેરમાં રહે છે. શહેરમાં ફકત બે લોકો રહે છે અને કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા માટે તમામ પ્રકારના નિયમોનું પાલન પણ કરી રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, શહેરમાં લોકોના કોઈ પાડોશી નથી, તો પણ વૃદ્ધ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. કારણ છે કે શહેર છોડવા માટે લોકો તૈયાર નથી. શહેર પેરુઝા પ્રાંતના ઉમ્બ્રિયામાં છે.

બે લોકોની વસ્તીવાળો ઈટલીનો શહેર ટુરિસ્ટ માટે ઘણો પ્રખ્યાત છે. શહેર અંદાજિત 900 મીટરની ઉંચાઈ પર છે જયા સુધી પહોંચવું અને ત્યાથી પરત આવવા માટે ઘણી સ્મસ્યા થાય છે. કૈરિલી અને નોબિલી પોતે સુરક્ષિત રહેવા માટે માસ્ક પહેંરી એકલા રહે છે.

કૈરિલીએ જણાવ્યું છે કે, વાયરસથી મૃત્યુનો ડર છે. જો કે, હું માદો થઈ જઈશ તો મારી દેખરેખ કોણ કરશે. હું વૃદ્ધ છું પરતું હું મારા ઘેટાં, વેલો, મધમાખી અને બગીચાની સંભાળ રાખવા અહીં રહેવા માંગું છું. હું પોતાની જિંદગી અહીં સારી રીતે જીવી રહ્યો છું.

સુરક્ષાના પગલાંને અવગણવા અને તેમના જીવનને જોખમમાં મૂકવા માટે નોબિલિ બંનેને ધ્યાનમાં લેતા નથી. તેમણે કહ્યું, ‘માત્ર સ્વાસ્થ્યને કારણે માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરો. આમાં સારું કે ખરાબ કંઈ નથી. જો નિયમ છે, તો તમારે તેને તમારા અને અન્ય લોકો માટે અનુસરવું જોઈએ

(1:06 am IST)