મુખ્ય સમાચાર
News of Sunday, 20th October 2019

કમલનાથના ભાણેજ રતુલ પુરીએ એક નાઈટ કલબમાં 7,8 કરોડ ઉડાવ્યા : ઇડીની ચાર્જશીટમાં સ્ફોટક ખુલાસો

મોઝર બેયર કંપનીએ બેંકો દ્વારા અપાયેલી લોનને પોતાની સબસિડિયરી કંપનીઓને ટ્રાન્સફરી કરી નાંખી

નવી દિલ્હી : મધ્યપ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરી મામલે ઈડી( એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા ચાર્જશીટમાં સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે.

  રતુલ પુરી સામે મની લોન્ડરિંગના મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલામાં ઈડીની ચાર્જશિટમાં ઉલ્લેખ કરાયો છે કે, રતુલ પુરીએ અમેરિકાની એક નાઈટ ક્લમાં એક જ રાતમાં 11.43 લાખ ડોલર એટલે કે 7.8 કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાંખ્યો હતો

પુરી સીવાય ચાર્જશીટમાં તેના સહયોગી તેમજ મોઝર બેયર કંપનીનુ પણ નામ છે. પુરી આ કંપનીનો કાર્યકારી નિર્દેશક છે. ઈડીએ ચાર્જશિટમાં કહ્યુ છે કે, નાણાકીય લેવડદેવડનો ઉપયોગ ભારતમાં અને વિદેશમાં મોંઘી હોટલોમાં રોકાવા માટે થયો હતો. પ્રોવોકેટર નામની નાઈટ ક્લબમાં પુરીએ 7.8 કરોડ રૂપિયા વાપર્યા હતા.

  એજન્સીનો દાવો છે કે, 2011 થી 201 6ની વચ્ચે પુરીનો વ્યક્તિગત ખર્ચ 35 કરોડ રૂપિયા હતા. પુરીએ 8000 કરોડનુ મની લોન્ડરિંગ કર્યુ છે. જે શરૂઆતમાં લગાવાયેલા અંદાજ કરતા ઘણુ વધારે છે.

ઈડીનો દાવો છે કે, મોઝર બેયર કંપનીએ બેંકો દ્વારા અપાયેલી લોનને પોતાની સબસિડિયરી કંપનીઓને ટ્રાન્સફરી કરી નાંખી હતી. આ બોગસ કંપનીઓ થકી મની લોન્ડરિંગ કરાયુ હતુ. આ ચાર્જશીટમાં ડઝનબંધ કંપનીઓનો ઉલ્લેખ કરાયો છે.

  110 પાનની ચાર્જશિટમાં કહેવાયુ છે કે, મોઝર બેયર દ્વારા કેટલાક વર્ષોમાં પોતાની સહયોગી અને સબસિડિયરી કંપનીઓમાં 8000 કરોડનુ રોકાણ કરાયુ છે. બેન્કો પાસેથી મળેલી લોનનો દુરપયોગ કરાયો છે.

તરૂલ પુરી 3600 કરોડના વીઆઈપી હેલિકોપ્ટર ગોટાળામાં પણ આરોપી છે. હાલમાં તે જેલની હવા ખાઈ રહ્યો છે.

(10:06 pm IST)