મુખ્ય સમાચાર
News of Sunday, 20th October 2019

બટન તમે કોઇપણ દબાવો, મત તો કમળના ફૂલ પર જશે : ભાજપના ઉમેદવારનો વિડિઓ વાયરલ

ઉમેદવારે કહ્યું કોને કોને મત આપ્યો તે અમે પણ જાણીશું તમે કહો તો હું તમને પણ જણાવીશ

નવી દિલ્હી : સોમવારે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા અસાંધ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બક્ષિશસિંહ સિંહ વિર્કના વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે. વિર્કે ધમકીભર્યા રીતે લોકોને ચેતવણી આપી છે કે જો તમે કોઈ બટન દબાવો તો મત કમળના ફૂલ પર જશે.

ભાજપના ઉમેદવાર બક્ષિશ સિંહ વિર્કનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અસંદ વિધાનસભા મત વિસ્તારના એક મેળાવડા દરમિયાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં બક્ષિશ સિંહે મતદારોને ધમકીભર્યા અંદાજમાં ચેતવણી આપી રહ્યા છે, પરંતુ એમ પણ કહ્યું છે કે ભલે ગમે તે બટન દબાવવામાં આવે, મત ભાજપના ખાતામાં જશે.

આ વાયરલ વીડિયોમાં બક્ષિશ સિંહ કહી રહ્યા છે કે, 'જો આજે તમે ભૂલ કરો છો, તો તમને 5 વર્ષ ભોગવવું પડશે. કોને કોને મત આપ્યો છે તે પણ અમે જાણીશું. જો તમે એમ કહો છો, તો હું તમને પણ જણાવીશ. મોદીજી અને મનોહર લાલની આંખો ખૂબ તીક્ષ્‍ણ છે. તમે તમારો મત ગમે ત્યાં આપો પણ જશે તો કમળને જ . તમે કોઈપણ બટન દબાવો, મત ફૂલ પર જશે. અમે મશીનમાં ભાગો સેટ કર્યા છે.

(5:51 pm IST)