મુખ્ય સમાચાર
News of Sunday, 20th October 2019

ડીએચએફએલનાં અનેક ઠેકાણે ઇડીએ દરોડા પાડયા

મુંબઇ : વૈશ્વિક આતંકવાદી દાઉદ ઇબ્રાહીમના સાગરીત ઇકબાલ મીરચી વિરૃદ્ધના મની લેન્ડરીંગ કેસ સાથે સંકળાયેલી ડીએચએફએલ અને અન્ય કંપનીઓના લગભગ  ડઝન જેટલા ઠેકાણાઓ પર શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ઇડી) એ દરોડા પાડયા હતા.

તેમણે જણાવેલ કે પ્રિવેન્શન ઓફ મની લેન્ડરિંગ એકટની જોગવાઇઓ હેઠળ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. મિરચીની નાણાકીય લેવડદેવડ માટેના કેન્દ્રમાં રહેલી સનબ્લીન્ક રિયલ એસ્ટેટ સાથે દિવાન હાઉસીંગ ફાઇનાન્સ કોર્પો. લી. ના કહેવાતા વ્યાપારી સંપર્ક હતા.  ડીએચએફએલએ રિયલ એસ્ટેટ કંપનીને ર૧૮૬ કરોડની લોન આપી હતી. અગાઉ ડીએચએફએલએ જણાવ્યુ હતુ કે તેમને આ કંપની સાથેની લેવડદેવડમાં કંઇ લાગતુ વળગતું નથી. મિરચીનુ ર૦૧૩ મા લંડનમા મૃત્યુ થયુ  હતુ.

(1:32 pm IST)