મુખ્ય સમાચાર
News of Sunday, 20th October 2019

શીખ યાત્રીકો માટે કરતાપુર કોરીડોર ફરી શરૂ : યાત્રીકો ઓનલાઇન રજી સ્‍ટ્રેશન કરાવી શકશે

નવી દિલ્હીકરતારપુર કોરિડોરને માટે તીર્થયાત્રીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત આજથી થશે. હાલમાં જ લોન્ચ થયેલી વેબસાઈટની મદદથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ રહ્યું છે. હાલમાં લોન્ચ કરેલી વેબસાઈટની મદદથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતીના માટે શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ 5 નવેમ્બર અને 6 નવેમ્બરે રવાના થશે.

ભારતીય શીખ તીર્થયાત્રીઓને માટે આવનારા મહિને કરતારપુર કોરિડોરને ખોલી દેવાની સંભાવના છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે શ્રદ્ધાળુઓના દર્શન માટે ફીને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે પાકિસ્તાન દરેક તીર્થયાત્રીઓ પાસેથી 20 ડોલર એટલે કે રૂપિયા 1428ની ફી લેવાનું વિચારી રહ્યા છે. હાલમાં પાકિસ્તાનને તીર્થયાત્રીઓને માટે આવું ન કરવાની માંગ કરવામાં આવી છે.

(11:59 am IST)