News of Saturday, 20th October 2018
આસામના નલબારી જિલ્લામાં બસ કાબુ ગુમાવતા તળાવમાં ખાબકી 7 લોકોના મોત : 20થી વધુ ઘાયલ

આસામમાં નલબારી જિલ્લામાં ગુવાહાટીથી મુકાલવુલા જઈ રહેલી આસામ રાજ્ય પરિવહન નિગમની બસ કાબુ ગુમાવતા રસ્તા નજીક આવેલા તળાવમાં ખાબકી હતી,આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જયારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્ટિપટલમાં ખડેસવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કેટલાક લોકોને ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જાણકારી મળી હતી કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે
(11:27 pm IST)