મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

'સબરીમાલામાં બાબરી ધ્વંસની પેટર્ન પર વિરોધ': સીપીએમ નેતા સીતારામ યેચુરી

ભાજપ-સંઘે પહેલા સુપ્રીમકોર્ટના નિર્ણંયનુ સ્વાગત કર્યું હવે સુનિયોજિત રીતે વિરોધ કરે છે

કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શની તુલના સીપીએમ નેતા સીતારામ યેચુરીએ બાબરી મસ્જિદ સાથે કરી છે. તેમણે સબરીમાલામાં થઈ રહેલ હિંસાનો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ છે કે બાબરી ધ્વંસ જેવો માહોલ અહીં પણ બનાવવામાં આવી રહ્યો છે. સીતારામ યેચુરીએ કહ્યુ કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયના અમલ માટે કોશિશ કરી રહી છે પરંતુ રાજ્યમાં કેટલાક એવા સમૂહ છે જે અશાંતિની સ્થિતિ પેદા કરી રહ્યા છે.

   સીતારામ યેચુરીએ કહ્યુ કે આરએસએસ અને ભાજપે પહેલા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ અને હવે સુનિયોજિત રીતે આનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. સીપીએમે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર તરફથી ઉચિત વ્યવસ્થા પણ કરવામાં આવી પરંતુ ભાજપ તેમાં બાધા ઉત્પન્ન કરી રહ્યુ છે. વળી, મુખ્યમંત્રીની અનુપસ્થિતિના સવાલ પર સીપીએમ નેતા કોડિયરી બાલકૃષ્ણને કહ્યુ છે કે હજુ એવી સ્થિતિ નથી કે મુખ્યમંત્રીને પોતે ત્યાં જવાની જરૂર છે.

(5:17 pm IST)