મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

મેરઠમાંથી જાસુસી માટે ગીરફતાર જવાનને આઇએસઆઇ દ્વારા આઇ ફોન-૭ લાખ અપાયા

મેરઠ, તા. ર૦ :  પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, આઇએસઆઇ માટે જાસુસી કરવાના આરોપમાં પકડાયેલ સૈન્યના સીગ્નલ કોરના જવાન કંચનની પુછપરછ પછી ચોંકાવનારા ખુલાસઓ થયા છે. મેરઠ કેન્ટમાંથી ઝડપી લેવાયેલ આ જવાનને આઇએસઆઇ એજન્ટોએ આઇ ફોન પણ ભેટમાં આપ્યો હતો. તેના ખાતામાં ૭ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ બધાના બદલામાં સિગ્નલ દોરમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા કંચનને બહ્માંસ મિસાઇલ સહિત સૈન્ય શિબિરોની જાણકારી પાકિસ્તાની એજન્ટોને આપી હતી. એટલું જ નહીં ગીફટમાં મળેલ આઇ ફોન દ્વારા આ માહિતીઓ આપતો હતો.

૪ બોતલ રમના  બદલામાં આઇ ફોન

૯ ઓકટોબરે સેનાની ઇન્ટેલીજન્સ ટીમે મેરઠ કેન્ટમાંથી કંચનને ઝડપી લીધો હતો. કંચન પાસેથી મળેલ મોંઘા આઇફોન બાબતે તો તેના કુટુંબીજનોએ પણ પુછયું હતું. પણ પોતાના કુટુંબીઓને ખોટુ બોલીને કહ્યું હતું કે ૪ બોટલ રમના બદલામાં આઇફોન મળ્યો છે. તેણે કહ્યું હતું કે બાગેશ્વરના જ રહેવાસી એક શખ્સે દિલ્હીમાં મોબાઇલની દુકાન ખોલી છે. તેણે આ ફોન ભેટ આપ્યો છે, જેના બદલામાં ૪ બોટલ રમની આપવી પડી છે. આમ તેણે પોતાના પરિવારને સમજાવી દીધો હતો. પણ હકીકતમાં તે ફોન આઇએસઆઇના એજન્ટે આપ્યો હતો. જેના દ્વારા વોટસએપથી માહિતીનો મોકલતો હતો.

ફોન પર રૂપાળી છોકરીઓ સાથે વાત કરાવાતી તપાસમાં બહાર આવ્યું કે કંચનને આઇએસઆઇના એજન્ટોએ રણનીતિ અનુસાર તેને ફસાવ્યો હતો. તેની પાસેથી માહિતી મેળવવા માટે પહેલા રૂપાળી છોકરીઓ સાથે તેની વાતો  કરાવતી.

ષડયંત્ર હેઠળ તેને દિલ્હી પણ બોલાવ્યો, જયાં તેને એપલના ફોન આપવામાં આવ્યો હતો જો કે આ ફોન તે પોતાના સાથીદારો અને સેનાથી છુપાવીને રાખતો હતો. (૯.પ)

(3:50 pm IST)