મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં ભાજપનો સપાટોઃ જમ્મુમાં પણ ભાજપનો વિજય વાવટોઃ અનંતનાગની ચૂંટણીમાં કોંગ્રેસનો જયજયકાર

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓની મત ગણતરી ચાલુઃ દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં ૧૩૨માંથી ૫૩ વોર્ડમાં ભાજપનો વિજય તો ૩ મ્યુ. કોર્પો.માં કોંગ્રેસનો વિજયઃ આ અભૂતપૂર્વ વિજયથી ભાજપે ૨૦ સ્થાનિક એકમોમાંથી અનંતનાગ, કુલગામ, પુલવામા અને સોપીયા જિલ્લાની ચારેય સ્થાનિક સંસ્થાઓ પર કબ્જો કર્યો છેઃ જમ્મુ વિસ્તારમાં પણ ભાજપનો વિજય વાવટો, ભાજપે ૩૩ વોર્ડમાંથી ૨૩માં વિજય મેળવ્યો જ્યારે કોંગ્રેસ ૮ અને અપક્ષ ૨ ઉપર વિજયી થયા છેઃ અનંતનાગ જિલ્લામાં ૨૫ સમિતીમાં કોંગ્રેસે ૨૦ બેઠકો મેળવી લીધી છે તો ભાજપના ખાતામાં માત્ર ૩ બેઠકો આવી છે

 

 

(3:45 pm IST)