મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

પાકિસ્તાનઃ હિજાબ પહેરીને ઓફિસ આવવા બદલ કંપનીએ માંગ્યું રાજીનામું

કોઇપણ મુસ્લિમ દેશમાં આવી પ્રથમ ઘટના બની છે

ઇસ્લામાબાદ, તા.૨૦: યુરોપ અને અમેરિકાના અનેક દેશોમાં મુસલમાનો તેમના પહેરવેશ અને રહેણીકરણનીને લીધે શિકાર બને છે પરંતુ હવે આવી ઘટના પાકિસ્તામાં પણ બની છે. પાકિસ્તાનમાં એક સોફ્ટવેર કંપનીમાં કાર્ય કરનારી એક મહિલા હિજાબ પહેરીને ઓફિસમાં પહોંચી તો તેની નોકરી જોખમમાં આવી ગઇ છે.

હકીકતમાં એક સોફ્ટવેર કંપનીમાં કામ કરનારી એક મહિલા ઓફિસમાં હિજાબ પહેરીની પહોંચી તો તેને જણાવવામાં આવ્યું કે, કાંતો હિજાબ પહેરવાનું છોડે અથવા રાજીનામું આપી દે. કોઇપણ મુસ્લિમ દેશમાં આવી પ્રથમ ઘટના બની છે કે, મહિલાને હિજાબ પહેરવાથી રોકવામાં આવી હોય.

આ ઘટના પ્રકાશમાં આવતા સોફ્ટવેર કંપનીના સીઇઓ જવાદ કાદિરને રાજીનામું આપવું પડ્યું છે. મહિલાને તેના લાઇન મેનેજરે જણાવ્યું કે, તે હવેથી હિજાબ પહેરશે કેમકે તેનાથી કંપનીની સર્વવ્યાપી છબિ ખરાબ થાય છે.

મહિલાએ જણાવ્યું કે, તે નોકરી છોડી દેશે, તેની પાસે પહેલાથી જ બે ઇસ્લામી બેન્કોમાં નોકરીના પ્રસ્તાવ છે. મહિલા સાથે થયેલા ભેદ-ભાવના સમાચાર સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઇ ગયા છે. ચારે બાજુંથી કંપનીના મુખ્ય અધિકારીની નિંદા થઇ રહી છે.

આ ઘટનાને કારણે અધિકારી કાદિરે શરૂઆતમાં એક માફિનામું જાહેર કરીને દ્યટના પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, મહિલાને રાજીનામું પાછું લેવાનું અને કંપનીમાં સામાન્ય રીતે કામ શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ મામલો વધુ ઉગ્ર બની રહ્યો હોવાનું લાગતા સોફ્ટવેર કંપનીએ પોસ્ટ કરીને જણાવ્યું કે, કાર્યસ્થળ પર ભેદભાવને કારણે કાદિરને તેનુ પદ છોડવા જણાવવામાં આવ્યું છે.

(3:42 pm IST)