મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

ઉપલેટા બોંબનો માસ્ટર માઇન્ડ પટેલ વૃધ્ધ ઝડપાયોઃ ૯૮માં બે શખ્સોનો ભોગ લેનાર બોંબ ધડાકાનો પણ ભેદ ખુલ્યો

રેન્જ ડીઆઇજી સુભાષ ત્રિવેદી તથા એસપી બલરામ મીણાના નેજા તળે અલગ-અલગ અડધો ડઝન ટુકડીઓ દ્વારા તપાસના ધમધમાટ બાદ અંતે સફળતા મળીઃ મકાનના રૂપીયાની લેતી-દેતીમાં વાંધો પડતા સ્કુલના ટ્રસ્ટીને ઉડાવી દેવાનો કારસો ઘડાયો'તોઃ સાંજે પ્રેસ કોન્ફરન્સમાં સતાવાર વિગતો જાહેર કરાશે

રાજકોટ, તા., ૨૦: ઉપલેટાની ક્રિષ્ના  શૈક્ષણીક સંકુલમાં ગત ૧૬મીએ મળી આવેલ પાર્સલ  બોંબ  પ્રકરણમાં અલગ-અલગ  અડધો ડઝન પોલીસની ટુકડીઓની તપાસના ધમધમાટ બાદ પોલીસને મહત્વની સફળતા મળી છે. સ્કુલમાં પાર્સલ બોંબ મોકલનાર  પટેલ વૃધ્ધને પોલીસે દબોચી લીધો છે.  પટેલ વૃધ્ધે મકાનના રૂપીયાની લેતી-દેતીમાં સ્કુલના ટ્રસ્ટી તથા તેના પરિવારને બોંબ દ્વારા ઉડાવી દેવાનો કારસો રચ્યાનું ખુલ્યું છે. પકડાયેલ  પટેલ વૃધ્ધની ૧૯૯૮માં  ઉપલેટામાં થયેલ બોંબ ધડાકામાં સંડોવણી ખુલતા તે ભેદ પણ ઉકેલાઇ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટામાં જુના પોરબંદર રોડ ઉપર આવેલ ક્રિષ્ના શૈક્ષણીક સંકુલના પ્રિન્સીપાલ કમ ટ્રસ્ટી  વલ્લભભાઇ  રત્નાભાઇ ડોબરીયાને અને તેના પરિવારજનોને બોંબથી ઉડાવી દેવાના કારસા અન્વયે કોઇ અજાણ્યા શખ્સે કુરીયર મારફત પાર્સલ બોંબ મોકલ્યો હતો. આ અંગે  પોલીસની જાણ કરાતા પોલીસે તુર્ત જ આ બોંબને સલામત સ્થળે લઇ જઇ  ડીફયુઝ  કરી નાખ્યો હતો. બીજી બાજુ આ પાર્સલ બોંબ સ્કુલના ટ્રસ્ટી વલ્લભભાઇ ડોબરીયા તથા તેના પરીવારને નુકશાન પહોંચાડવાના ઇરાદે જ મોકલાયો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલતા પોલીસે આ પાર્સલ બોંબ મોકલનાર કોણ? તે અંગે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.

 રેન્જ ડીઆઇજી સુભાષ ત્રિવેદી તથા રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ઉપલેટાની સ્કુલમાં પાર્સલ બોંબ મોકલનાર શખ્સનું પગેરૂ દબાવવા જેતપુર ડીવાયએસપી જે.એમ.ભરવાડની ટીમ, રૂરલ એસઓજીના પીઆઇ  એમ.એન.રાણાની ટીમ, પીએસઆઇ વાય.બી.રાણાની ટીમ, રૂરલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડાની ટીમ,  તથા એલસીબીના પીએસઆઇ અચે.એ. જાડેજાની ટીમ અને ઉપલેટાનન પીઆઇ પલાચાર્યની ટીમ સહિત  અડધો ડઝન ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન આ બોંબ પ્રકરણની તપાસમાં પોલીસની એક ટુકડીએ રાજકોટ અને અમરેલી  એસટી ડેપોના સીસીટીવી ચેક કરતા તેમાં એક શંકાસ્પદ શખ્સ પાર્સલ સાથે જોવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને ઉપલેટાની ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટી કમ પ્રિન્સીપાલને પાર્સલ બોંબ મોકલનાર  પટેલ વૃધ્ધ ઓળખાઇ જતા પોલીસે તેને દબોચી લીધો  છે.

અલગ-અલગ  પોલીસની ટીમો દ્વારા શંકાસ્પદ રપ થી ૩૦ શખ્સોની છેલ્લા બે દિવસમાં ં પુછપરછ કરાઇ હતી. પરંતુ પોલીસને કોઇ મહત્વની કળી મળી ન હતી.  ગઇકાલે  સીસીટીવી ફુટેજના આધારે પોલીસે પાર્સલ બોંબ મોકલનાર શખ્સને ઓળખી લીધા બાદ આજે આ પટેલ વૃધ્ધને દબોચી લેવાયો હતો. 

પકડાયેલ પટેલ વેૃધ્ધે પોલીસની પ્રાથમીક  પુછપરછમાં સ્કુલના ટ્રસ્ટી કમ પ્રિન્સીપાલ વલ્લભભાઇ રત્નાભાઇ ડોબરીયા સાથે મકાનના રૂપીયાની લેતી-દેતીમાં વાંધો પડતા તેને તથા તેના પરીવારને બોંબથી ઉડાવી દેવાનું કાવતરૂ રચ્યાની કબુલાત આપી છે. એટલું જ નહિ આ પકડાયેલ પટેલ વૃધ્ધની ૧૯૯૮માં ઉપલેટામાં બે શખ્સોનો ભોગ લેનાર બોંબ ધડાકામાં પણ સંડોવણી હોવાનું પોલીસ નતપાસમાં ખુલ્યું છે.

ઉપલેટાની સ્કુલમાં પાર્સલ બોંબ મળ્યા બાદ આ પાર્સલ બોંબ મોકલનાર અને પાર્સલ બોંબ બનાવનાર શખ્સને તાકીદે ઝડપી લેવા અને આ બોંબ પ્રકરના મૂળ સુધી પહોંચવા રેન્જ ડીઆઇજી સુભાષ ત્રિવેદીએ રૂરલ પોલીસને તાકીદ કરતા ગણતરીના દિવસોમાં જ આબોંબ પ્રકરણનો ભેદ ખુલી ગયો છે. સાથે સાથે ૧૯૯૮માં ઉપલેટામાં બે વ્યકિતનો ભોગ લેનાર બોંબ ધડાકાનો પણ ભેદ ખુલી ગયો છે.

ઉપલેટા પાર્સલ બોંબ પ્રકરણમાં સાંજ સુધીમાં પોલીસ સતાવાર વિગત  જાહેર કરશે.

પાર્સલ બોંબ પ્રકરણમાં  પકડાયેલ  પટેલ વૃધ્ધની જેમા સંડોવણી ખુલ્લી છે તે

૯૮ના ઉપલેટાના  બોમ્બ વિસ્ફોટમાં કરવેરા સલાહકાર અને કોંગ્રેસ આગેવાનનો ભોગ લેવાયો'તો

રાજકોટ  : ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલમાં જીવતો બોમ્બ  મોકલનાર પટેલ વૃધ્ધને રૂરલ પોલીસે દબોચી લીધા બાદ તેની પુછતાછમાં ઉપલેટામાં ૧૯૯૮માં બે વ્યકિતઓનો ભોગ લેનાર બોંધ ધડાકાનો પણ ભેદ ખુલ્યો છે.

પોલીસ સુ્ત્રોના જણાવ્યા ૧૯૯૮માં ઉપલેટામાં ગાંધી ચોકમાં જાણીતા આર્કિટેકટ અને કરવેરા સલાહકાર રતીલાલ જે. પાદરીયાની ઓફિસમાં પાર્સલ બોમ્બ મળી આવ્યો હતો. જે પાર્સલ બોમ્બ ફુટતા રતીલાલ પાદરીયા અને કોંગ્રેસના આગેવાન ગીરીશભાઈ સોજીત્રાના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે લેઉવા પટેલ આગેવાન બટુકભાઈ મોરાણીને આંખ અને કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી.

આ બોમ્બ એટલો તાકાતવાળો હતો કે મકાનના બારી-બારણાના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને ગાંધી ચોકમાં દૂર સુધી પડયા હતા. આ બોમ્બ વિસ્ફોટ બાદ તેના આરોપીઓ પકડાયા ન હતાં. તાજતરમાં  ઉપલેટાની સ્કુલમાં પાસલ બોંબ મોકલાયો હતો. જે ફુટે તે પુર્વે જ પોલીસે આ બોંબને ડીફયુઝ કરી નાખ્યોહતો. આ પાર્સલ બોંબ પ્રકરણમાં રૂરલ પોલીસે  પટેલ વૃેધ્ધને દબોચી લેતા ૯૮ના બોંબ વિફોટમાં તેની સંડોવણી ખુલ્લી છે. જો કે તેને કયાં હેતુથી આ બોંબ વિસ્ફોટ કરાવ્યો હતો.તે  વિગતો હવે જનહરે થશહે.

પોલીસને ગેરમાર્ગે દોરવા પટેલ વૃધ્ધે અમરેલીથી પાર્સલ બોંબ મોકલ્યો'તોઃ

રાજકોટ અને અમરેલીના એસટી ડેપોના સીસીટીવી ફુટેજના આધારે ભેદ ખુલ્યો

રાજકોટ, તા, ર૦: ઉપલેટાની સ્કુલમાં  પાર્સલ બોંબ મળ્યાની ઘટનાનો રૂરલ પોલીસે  ભેદ ઉકેલી નાખી પટેલ વૃધ્ધને દબોચી લીધો છે. ત્યારે આ બોંબ પ્રકરણનો ભેદ એસટી ડેપોના સીસીટીવી ફુટેજ ઉપરથી ખુલ્યો છે. પટેલ વૃધ્ધે પોલીસને ગેરમાર્ગે દોરવા રાજકોટથી અમરેલી સુધી બસમાં બેસી અને અમરેલીથી પાર્સલ બોંબ ઉપલેટા રવાના કર્યાનું ખુલ્યું છે.

ઉપલેટાની સ્કુલમાં ગત ૧૮મીએ પાર્સલ બોંબ મળ્યા બાદ તેના મૂળ સુધી પહોંચવા રેન્જ ડીઆઇજી સુભાષ ત્રિવેદીએ કરેલ તાકીદ અન્વયે રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમોએ વિવિધ દિશામાં તપાસ કેન્દ્રીત કરી હતી. પોલીસની એક ટીમે રાજકોટ એસટી ડેપો અને અમરેલી એસટી ડેપોના સીસી ટીવી ફુટેજ ચેક કરતા એક શખ્સ શંકાસ્પદ પાર્સલ સાથે જોવા મળ્યાો હતો. આ શખ્સ રાજકોટ એસટી બસમાં બેસીને અમરેલી ડેપોઅ ઉતર્યો હતો અને અમરેલીથી ઉપલેટા મોટેનું કુરીયર મોકલાવ્યું હતું. આ શખ્સ એટલે કે પટેલ વૃધ્ધ ઓળખાઇ જતા તેને દબોચી લેવાયો હતો. પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા  પટેલે વૃધ્ધે પાર્સલ બોંબ અમરેલીથી કુરીયર મારફત રવાના કર્યો હોવાનું ખુલ્યું છે.

ઉપલેટા ની સ્કૂલમાં બોમ્બ પ્રકરણમાં નાથાભાઈ ડોબરીયા નામના વૃદ્ધની ધરપકડઃ મિલકતના ઝઘડામાં બોમ્બથી ઉડાવી દેવા કાવતરૂં રચ્યું હતું

રાજકોટ : ઉપલેટા ના ક્રિષ્ના સ્કૂલ માંથી બૉમ્બ મળી આવવાના  પ્રકરણમાં રાજકોટ રૂરલ પોલીસે ભેદ ઉકેલ્યો છે.મકાન ના રૂપિયા ની લેતી દેતી મામલે બૉમ્બ મુક્યા હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યુંછેપોલીસે નાથાભાઈ રવજીભાઈ ડોબરીયા નામના વૃદ્ધ ની ધરપકડઆરોપી ની સઘન પૂછપરછ માં અન્ય એક ચોંકાવનારી હકીકત આવી સામે...આરોપી દ્વારા વર્ષ ૧૯૯૯ માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ મામલે પોતે બૉમ્બ મુક્યો હોવાનું આરોપી એ કબુલ્યું...૧૯૯૯ માં આ આરોપી દ્વારા ઉપલેટા માં જમીન મુદ્દે એક ઓફિસ માં બૉમ્બ મુક્યો હતો જેમાં ૨ ના મોત થયા હતા. મિલકતના ઝઘડામાં બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરૂં રચ્યું હોવાનું ખુલ્યું છે.

(5:00 pm IST)