News of Saturday, 20th October 2018
અમેરિકામાં સાન ડિએગો ઇન્ડિયન અમેરિકન સોસાઈટીના ઉપક્રમે આજ 20 ઓક્ટો શનિવારે " દિવાળી ઉત્સવ " : ચીફ ગેસ્ટ તરીકે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી અશોક વેંક્ટેશન હાજરી આપશે
અમેરિકામાં સાન ડિએગો ઇન્ડિયન અમેરિકન સોસાઈટીના ઉપક્રમે આજ 20 ઓક્ટો 2018 શનિવારના રોજ 11 મો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાશે.સાન ડિએગો મ્યુઝિયમ ઓફ આર્ટસ તથા ઇન્ડિયન એશોશિએશન ઓફ સાન ડીએગોના સહયોગ સાથે બલ્બોઆ પાર્ક ખાતે ઉજ્વાનારા આ ઉત્સવનો સમય બપોરે 1 વાગ્યાથી રાત્રીના 8-30 વાગ્યા સુધીનો રહેશે.જેમાં ચીફ ગેસ્ટ તરીકે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી અશોક વેંક્ટેશન હાજરી આપશે.
(12:55 pm IST)