મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

Jio ગીગાફાઇબર માટે આક્રમક રણનીતિ તૈયાર : ૫ કરોડ ઘરમાં એન્ટ્રીની તૈયારી

લોકલ કેબલ ઓપરેટર્સની મદદથી રિલાયન્સ જિયો ગીગાફાઇબરને ૭૫૦ શહેરોના ૨.૪ કરોડ ઘરોમાં પહોંચી શકશે

નવી દિલ્હી તા. ૨૦ : ટેલીકોમ સેકટરમાં તહલકો મચાવ્યા બાદ બ્રોડબેન્ડ સેકટરમાં રિલાયન્સ ધમાકેદાર શરૂઆત કરવાની તૈયારી કરી લીધી છે. અને તૈયારીઓના ભાગરૂપે આક્રમક રણનીતિ પણ ઘડવમાં આવી છે. પેટ્રોલિયમ અને દૂરસંચાર ક્ષેત્રમાં દેશની દિગ્ગજ કંપનીએ આ રણનીતિથી ૫,૨૩૦ કરોડ રૂપિયામાં ડેન નેટવર્ક લિમિટેડ અને હૈથવે કેબર એન્ડ ડેટાકોમ લિમિટેડની ભાગીદારીનું સંપાદન કરવામાં આવ્યું છે.

કંપની એક નિવેદનમાં કહ્યું કે, આ સોદામાં જિયોની પહોંચ હૈથવે અને ડેનથી આશરે ૨૭,૦૦૦ સ્થાનીય કેબલ ઓપરેટર્સ સુધી છે. જેનાથી જિયો સામાન્ય ઘરોમાં બ્રોડબેન્ડ અને કેબલ ટીવીની સેવા આપવામાં મદદ મળશે. એટલુ જ નહિં, કંપની શરૂઆતમાં નુકશાન ભોગવ્યા બાદ આ વખતે સપ્ટેમ્બરમાં ત્રિમાસિકમાં ૬૮૧ કરોડ રૂપિયા સીધો લાભ થયો છે.

રિલાયન્સ જિયો સ્ટ્રેટેજી અને પ્લાનિંગ હેડ, અંશુમાન ઠાકુરે મિંટમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ગ્રાહક માટે સારૂ કામ થવું જોઇએ. ગ્રાહક જે પૈસા આપી રહ્યા છે, તેની કિંમત આપી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે અમે નક્કી કરીશુ કે ગ્રાહકને તેમના રૂપિયાનું વળતર મળે. અત્યારે જેવી રીતે ચાલી રહ્યું છે, કે કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી, કારણ કે મોટા ભાગના ગ્રાહકો પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી. આ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે,કે કારણ કે તે લોકોની પાસે આ સેવાઓની સર્વિસ નથી.

બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જોઇન્ટ ઓફિસર વી, શ્રીકાંતનું કહેવું છે, કે મને લાગે છે કે ટેરિફ પરની તૂલના હાઇ સ્પિડ ઇન્ટરનેટ, ડિશ અથવા અન્ય પ્રકારના તકેબલ અને લેન્ડલાઇન ટેરિફથી કરવી જોઇએ. જયારે તમે ટેરિફ ઇન ટેરિફ પર નજર નાખશો તો જાણવા મળશે કે, તમામ યોગ્ય સેવાઓ ટેરિફ સાથે આવે છે. કારણ કે આ બધા માટે એક સિંગલ સ્લોટમાં ફાઇબર દ્વારા સેવા આપી શકાય છે.

કંપનીએ તેના પ્લાનમાં જિયો ગીગાફાયબર દ્વારા ૧૧૦૦ શહેરોના ૫ કરોડ ઘર સુધી પહોંચવાની તૈયારી કરી લીધી છે. માટે કંપનીએ હૈથવે કેબલ્સ અને ડેન નેટવર્કમાં સૌથી મોટી ભાગીદારી કરી લીધી છે. લોકલ કેબલ ઓપરેટર્સની મદદથી રિલાયન્સ જિયો ગીગાફાઇબર ૭૫૦ શહેરોમાં ૨.૪ કરોડ ઘરોમાં પહોંચી શકે છે.(૨૧.૮)

(11:34 am IST)