મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

ટ્રેન દુર્ઘટના : પંજાબમાં આજે રાજકીય શોકનું એલાનઃ દરેક કાર્યાલય - શૈક્ષણિક સંસ્થાનો રહેશે બંધ

સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ ઘટના સ્થળે

ચંદીગઢ તા. ૨૦ : પંજાબ સરકારે દુર્ઘટનાને લઈ રાજકીય શોક જાહેર કર્યો છે. જેથી શનીવારે રાજયભરમાં સ્કૂલ-કોલેજ અને ઓફિસો બંધ રહેશે. તે ઉપરાંતઙ્ગવડાપ્રધાનઙ્ગનરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવાર માટે બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે રૂ. ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

પંજાબના અમૃતસરમાં જોડા રેલવે ફાટક પાસે આયોજિત રાવણ દહનના કાર્યક્રમમાં નાસભાગના કારણે થયેલ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા ૫૦ લોકોના મોતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ ઘટના પર દુઃખ વ્યકત કરતાં મૃતક પરિવરો માટે પાંચ લાખ રૂપિયા વળતર અને ઈજાગ્રસ્તોને ફ્રિ સારવાર કરાવવાની જાહેરાત કરી છે. તે સાથે જ તેમને જણાવ્યું કે, જિલ્લા પ્રશાસને યુદ્ઘના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તેઓ પોતે અમૃતસર જઈ રહ્યાં છે.ઙ્ગ

પંજાબના અમૃતસરમાં જોડા રેલવે ફાટક પાસે આયોજિત રાવણ દહનના કાર્યક્રમમાં દોડધામના કારણે થયેલ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા ૫૦ લોકોના મોતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

પંજાબ પોલીસના એક અધિકારીએ આ ઘટનાને લઈને જણાવ્યું કે, આ ઘટનામાં ૫૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અમે લોકોને ત્યાંથી નિકાળવાની કોશિષ કરી રહ્યાં છીએ અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં છે.(૨૧.૪)

(10:04 am IST)