મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

મહિલા સાથે અફેરની અફતા ઉડતા સાધુએ પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું

સારવાર માટે બામણા જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા : તેમની ઉંમર ૨૮ વર્ષની છે

લખનૌ તા. ૨૦ : ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના બની હતી. મહિલા સાથે સંબધો છે એવી અફવા ઉડતા એક સાધુને તેમનું ગુપ્તાંગ જ કાપી નાંખ્યુ હતું. આ ઘટનાએ સમગ્ર ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત ચર્ચા જગાવી છે.

આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ સાધુનું નામ છે મદની બાબા. તેમની આસપાસ રહેતા લોકોએ એવી વાત ફેલાવી હતી કે, તેમને એક મહિલા સાથે અફેર છે. આ વાતથી તેઓ ગુસ્સે ભરાઇ ગયા હતા અને તેમણે જાતે જ તેમનું ગુપ્તાંગ કાપી નાંખ્યુ હતુ. આ ઘટના પછી તેમને સારવાર માટે બામણા જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની ઉંમર ૨૮ વર્ષની છે.

તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, તેઓ પોતે એક જગ્યા પર આશ્રમ બનાવી રહ્યા છે. કેટલાક લોકો આનો વિરોધ કરે છે અને વિરોધનાં ષડયંત્રનાં ભાગરૂપે તેમની સામે આક્ષેપો થઇ રહ્યાં છે અને તેમના મહિલા સાથેના સબંધોની અફવા ઉડાડી રહ્યા છે. આ પ્રકારની અફવાઓ ફેલાવી આ લોકોએ મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે.

આ સાધુની સારવાર કરી રહેલા ડોકટરે જણાવ્યું કે, સાધુ મુળ કમસીન ગામનાં રહેવાસી છે અને તેમની સારવાર ચાલી રહી છે. જિલ્લા પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.(૨૧.૩)

(10:04 am IST)