મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

પંજાબમાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 5-5 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પીડિત પરિવારના લોકોની મુલાકાત લેશે: ઘાયલોને મફતમાં સારવાર આપવામાં આવશે

 

પંજાબમાં થયેલા ટ્રેન હાદસામાં 50થી વધારે લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. રાવણના પુતળા દહન સમયે બનેલી ગોજારી ઘટનામાં લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેના કારણે હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાય આપવાનું એલાન કર્યું છે. સિવાય શનિવારે તેઓ ખૂદ જઇને  પીડિત પરિવારના લોકોની મુલાકાત લેશે .

મુખ્યમંત્રીએ સિવાય કહ્યું કે  ઘાયલોને મફતમાં સારવાર આપવામાં આવશે . જેના માટે જરૂરી નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. સીએમે ગૃહ સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડીજીપી (કાનૂની વ્યવસ્થા) અમૃતસર જવાના આદેશ આપ્યા છે. જે આદેશને લઇ રાજસ્વ મંત્રી અમૃતસર પહોંચી ચૂક્યા છે.

(12:00 am IST)