મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

સબરીમાલા મંદિર કોઇ પ્રવાસ સ્થાન નથી : ચેન્નીથલાનો દાવો

પોલીસના વલણને લઇને અનેક પ્રશ્નો ઉઠાવ્યા : મહિલા કાર્યકર રેહાનાને પોલીસ વર્દી અપાઈ જે અયોગ્ય

થિરુવંતનપુરમ, તા. ૧૯ : કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ કાર્યકર આર ચેન્નીથલાએ કહ્યું છે કે, સબરીમાલા મંદિર કોઇ પ્રવાસ સ્થળ નથી. રાજ્યમાં વિપક્ષી કોંગ્રેસે કેરળ પોલીસના વલણને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, માત્ર શ્રદ્ધાળુ જ મંદિરમાં જઇ શકે છે. હાલના સમયમાં કેરળની પોલીસ જે કંઇ કરી રહી છે તે યોગ્ય નથી. જો અમારી સરકાર રહી હોત તો મામલાને વધારે સારીરીતે હાથ ધરી શક્યા હોત. અમે ભક્તો પાસેથી વાત કરીને વિવાદને ઉકેલી શક્યા હોત. હિંસા પણ થઇ ન હોત. તેમણે ઉમેર્યું હતું કે, અમે રાજ્યપાલ સાથે વાતચીત કરી ચુક્યા છે. વર્તમાન સ્થિતિથી વાકેફ કરાવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, માત્ર હિન્દુ લોકો જ નહીં બલ્કે અન્ય ધર્મના લોકો પણ જઈ રહ્યા છે. તમામ લોકો ચિંતિત છે. મહિલા કાર્યકર રેહાનાને પોલીસની વર્દી આપવામાં આવી હતી તે યોગ્ય નથી. બીજી બાજુ આજે સબરીમાલા મંદિરના મુખ્ય પુજારીને વહીવટીતંત્રને સંદેશ આપ્યો હતો કે, જો મહિલાઓના પ્રવેશ થશે તો મંદિરના ધાર્મિક કાર્યક્રમને રોકી દેવામાં આવશે. મુખ્ય પુજારી કંડરારુ રાજીવારુનું કહેવું છે કે, અમે મંદિરને લોક કરીને ચાવી સોંપવાનો નિર્ણય કરી ચુક્યા છે.

(12:00 am IST)