મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

પાપડ ઉદ્યોગમાં ઓછા રોકાણમાં સારી કમાણીઃ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પ્રોજેક્ટ રિપોર્ટના આધારે લોન ઉપલબ્ધ

બિઝનેસ કરવો એટલે સાહસનું પગલું ભરવું કહેવાય છે. એટલે લોકો ઘણીવાર રિસ્ક લેતા અચકાતા હોય છે. તેમાં પણ જો બિઝનેસ શરુ કરવા માટે રોકાણ મોટું હોય તો ચોક્કસ કોઈપણ વ્યક્તિ 2 નહીં પણ 20 વાર વિચાર કરે. ક્યાંક બિઝનેસ ચાલે અને રોકાયેલ મૂડી ડુબી જાય તો સવાલ ઘણાને નવો ઉદ્યોગ કે વેપાર શરુ કરતા અટકાવી દે છે. પરંતુ જો તમને એમ જાણવા મળે કે ખૂબ નાની એક રુમ જેટલી જગ્યામાં અને નાનકડા રોકાણમાં પણ તમે વર્ષે 5.50 લાખ જેટલો પ્રોફિટ કમાઈ શકો છો તોબસ તો હવે જાણી લો બિઝનેસ પ્લાન અને જો અમલ કરવા માગતા હોવ તો કરવા મંડો માર્કેટમાં બાબતોની તપાસ.

….તો છે બેસ્ટ ઓપ્શન

ઓછા રોકાણ અને ઓછી સ્પેસમાં બિઝનેસ એટલે પાપડ મેન્યુફેક્ચરિંગ યુનિટ, બિઝનેસ માટે તમારે માત્ર 500 સ્ક્વેર ફૂટના એરિયાની જરૂર પડે છે. તમે આટલી જગ્યા ભાડેથી લઇને પણ બિઝનેસ શરૂ કરી શકો છો. પાપડની માર્કેટમાં ખુબ ડિમાંડ છે, સાથે ઉદ્યોગ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પ્રોજેક્ટ રિપોર્ટના આધારે લોન પણ લઇ શકાય છે.

પ્રમાણે થશે સમગ્ર ઉદ્યોગ માટે ખર્ચ

1) કુલ ખર્ચ: 10 લાખ રૂપિયા (10 લાખમાં મશીનરી, લેબર ચાર્જ, વીજળી, સેલરી, રો મટિરિયલ તથા અન્ય ખર્ચ)

2) તમારા દ્વારા જરૂરી રોકાણ: 2.05 લાખ રૂપિયા

3) બાકીના 8 લાખ એટલે કે કુલ ખર્ચના 80% રકમ મુદ્રા સ્કીમ હેઠળ લોન પેટે સરકાર આપશે.

છે કમાણીનું પ્રોજેક્શન

વાર્ષિક કોસ્ટ ઓફ પ્રોડક્શન: 28.30 લાખ

વાર્ષિક ટર્ન ઓવર: 33.50 લાખ

વાર્ષિક પ્રોફિટ: 5.50 લાખ રૂપિયા

માસિક પ્રોફિટ: 40 હજારથી વધારે

(પ્રોડક્શન અને ટર્નઓવરનો રેશિયો તમારા વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે છે. સર્વસામાન્ય નમૂનો છે.)

વાર્ષિક રિટર્ન: 54 ટકા જેનો અર્થ છે 2 વર્ષમાં સંપૂર્ણ રોકાણ નીકળી જશે.

મુદ્રા લોન સહાય માટે રીતે કરો એપ્લાય

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઇપણ બેંકમાં એપ્લાય કરી શકો છો. લોન માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમા તમારું નામ, એડ્રેસ, બિઝનેસ શરૂ કરવું એડ્રેસ, એજ્યુકેશન, વર્તમાન ઇનકમ અને કેટલી લોન જોઇએ છે. માટે કોઇ પ્રોસેસિંગ ફીસ અથવા ગેરંટી ફીસની જરૂર પડતી નથી. યોજનામાં સામાન્ય રીતે લોન ચૂકવવા માટે 4 વર્ષ જેટલો સમય આપવામાં આવે છે.

(12:00 am IST)