મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

સારૂ રિટર્ન મેળવવુ હોય અને રિસ્ક લેવા તૈયાર હો તો મ્‍યુચ્‍યુઅલ ફંડ સારો વિકલ્પ માલામાલ

નવી દિલ્હીઃ લોકોને ઘણી વાર નિર્ણય લેવામાં મુશ્કેલી થાય છે કે તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે ફિક્સ ડિપોઝિટમાં? ફાયનાન્શિયલ પ્લાનર સલાહ આપે છે કે જો કોઈ સારુ રિટર્ન ઈચ્છતુ હોય અને રિસ્ક લેવા તૈયાર હોય તો મ્યુચ્યુઅલ ફંડ સારો ઓપ્શન છે. જો કે જોખમ ઉઠાવવું હોય અને સાધારણ વ્યાજથી સંતોષ હોય તો FD સારો વિકલ્પ છે. બેંકમાં FD કરાા પર ત્રણ વર્ષમાં 6થી 7 ટકાનું વ્યાજ મળે છે. પરંતુ જો વધારે રિટર્ન ઈચ્છતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ સારો ઓપ્શન છે.

શોર્ટ ટર્મ માટે FD સારીઃ

એક્સપર્ટ્સનું માનવું છે કે લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ સારો ઓપ્શન છે. બજારમાં ચડાવ ઉતાર માટે શોર્ટ ટર્મમાં કોઈ કંપનીના શેરનો બરાબર અંદાજો લગાવવો મુશ્કેલ છે. લોંગ ટર્મમાં કંપનીના રિયલ પરફોર્મન્સ અંગે ખબર પડી જાય છે. આથી જો એક-બે વર્ષમાં પૈસા ઉપાડી લેવા હોય તો FD બરાબર છે પણ તેનાથી વધુ લાંબા ગાળા માટે ઈક્વિટી, બેલેન્સ ફંડ સારો ઓપ્શન છે.

કેટલું વ્યાજ મળે?

ઉલ્લેખનીય છે કે મોટાભાગની બેન્કમાં FD પર 6.6 ટકાથી 7.10 ટકા સુધી વ્યાજ મળે છે. મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન નિશ્ચિત નથી હોતું. તેમાં 1 લાખથી વધુ રિટર્ન પર 10 ટકા ટેક્સ આપવો પડે છે. આથી રિસ્ક વિના રિટર્ન મેળવવું હોય તો તમારા માટે FD સારો વિકલ્પ છે. SBIની વાત કરીએ તો ત્યાં FD પર ત્રણ વર્ષમાં 6.7 ટકા વ્યાજ મળે છે, પાંચ વર્ષમાં 6.75 ટકા વ્યાજ મળે છે. રીતે ICICIમાં પાંચ વર્ષમાં 6.5 ટકા વ્યાજ મળે છે. HDFC 6 ટકા વ્યાજ આપે છે પરંતુ પાંચ વર્ષની ટેક્સ સેવિંગ FD પર 7.65 ટકા વ્યાજ આપે છે.

FD કરતા ડબલ રિટર્નઃ

સામી બાજુ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેમાં એવરેજ 15 ટકા એટલે કે FD કરતા લગભગ ડબલ રિટર્ન મળે છે. પાંચ વર્ષમાં તમે 20થી 35 ટકા રિટર્નની અપેક્ષા રાખી શકો છો. જો કે શેરબજાર પર આધારિત હોવાથી થોડુ જોખમ રહે છે. જો કે સમજદારી સાથે લોંગ ટર્મ સ્કીમમાં ઈન્વેસ્ટ કરવાથી જોખમ ઓછુ કરી શકાય છે.

લાંબા ગાળાના રોકાણમાં ફાયદોઃ

બેંક દ્વારા 10,000થી વધુ વ્યાજની આવક થાય તો તેના પર 10 ટકા TDS કપાય છે. જાણકારોનું માનવું છે કે રિસ્કના ડરથી મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા કાઢી FDમાં લગાડવા ફાયદાકારક નથી. આથી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાનું રોકાણ કરીને સારા રિટર્નની રાહ જોશો તો તમને જબરદસ્ત ફાયદો થશે.

(12:00 am IST)