મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

જાલંધરના ૧૦ વર્ષના અર્શદીપસિંહને યંત્ર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર-૨૦૧૮ (અેશિયા) અેવોર્ડ અર્પણ

જાલંધરના અર્શદીપ સિંહનેયંગ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ યર 2018 (એશિયા)’ અવોર્ડ મળ્યો છે. મંગળવારે લંડનના નેચરલ હિસ્ટટ્રી મ્યુઝિયમમાં અવોર્ડ જીતીને અર્શદીપે ભારતને ગૌરવ અપાવ્યું છે. અર્શદીપને અવોર્ડ જુનિયર કેટેગરી (અંડર 10)માં ફોટોપાઈપ આઉલ્સમાટે આપવામાં આવ્યો છે.

ધીરજ માગે છે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સરળ નથી. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે ધીરજ ખૂબ જરૂરી છે. 10 વર્ષના અર્શદીપની તસવીરો જોઈને કોઈ કહી ના શકે કે તે આટલો પ્રતિભાશાળી છે.

કપૂરથલામાં ક્લિક કરી તસવીર

અર્શદીપની જે તસવીરે અવોર્ડ જીત્યો છે તે પંજાબના કપૂરથલામાં ક્લિક કરવામાં આવી છે. તસવીરમાં પાઈપમાં બે ઘુવડ બેઠેલા જોવા મળે છે.

તસવીર માટે મળ્યો અવોર્ડ

અર્શદીપ પોતાના પિતા સાથે કારમાં જતો હતો ત્યારે તેણે જોયું કે ઘુવડના બે બાળકો પાઈપમાં બેઠેલા છે. તેણે પિતા રણદીપ સિંહને વિશે જણાવ્યું તો તેમણે કાર રોકી. અડધો કલાક બાદ ઘુવડ પાઈપમાંથી બહાર જોવા લાગ્યા ત્યારે અર્શદીપે ફોટો ક્લિક કરી લીધો.

પિતા પણ છે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર

અર્શદીપ જાલંધરના મોડલ ટાઉનનો રહેવાસી છે. તેના પિતા રણદીપ સિંહ પણ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર છે. અર્શદીપે 6 વર્ષની ઉંમરથી ફોટોગ્રાફી કરવાની શરૂ કરી છે.

પ્રતિષ્ઠિત અવોર્ડ

જણાવી દઈએ કે, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ઓફ યર અવોર્ડ ખૂબ પ્રતિષ્ઠિત અને સૌથી મોટો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી અવોર્ડ છે.

(12:00 am IST)