મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

ખર્ચ તમારા બજેટ કરતા ન વધી જાય તેના માટે કેટલીક ટિપ્સની મદદથી ખર્ચને કન્ટ્રોલ કરી શકશો

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન ચાલી રહી છે. સીઝનમાં નવો સામાન ખરીદવો શુભ માનવામાં આવે છે. આથી ઘણી -કોમર્સ કંપનીઓ સેલ ચલાવી રહી છે. તો દુકાનદાર પણ સામાન ખરીદવા પર ઘણી ઓફર્સ આપે છે. ઉપરાંત ઘરની સજાવટ અને બીજા કામો પર ઘણો ખર્ચ થઈ જાય છે. ઘણીવાર ખર્ચ તમારા બજેટ કરતા પણ વધી જાય છે. આથી અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ખર્ચને કંટ્રોલ કરી શકો છો.

ભવિષ્યમાં થનારી કમાણીથી ખર્ચ કરશો

ઘણીવાર લોકો આગળ મળનારા બોનસના આધારે શોપિંગ કરી લે છે, પરંતુ ઘણીવાર ઉમ્મીદ મુજબ બોનસ નથી મળી શકતી આથી બજેટ ખરાબ થઈ જાય છે. ઘણા લોકો બોનસની આશામાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરી લે છે. ભૂલથી બચવું જોઈએ કારણ કે ક્રેડિટ કાર્ડ પર લોન રિપેમેન્ટ વધારે હોય છે.

સેલની લાલચમાં આવશો

સીઝનમાં વધારે કંપનીઓ સેલ ચલાવે છે. તેમાં ઘણા પ્રોડક્ટ્સ પર ખાસ ડિસ્કાઉન્ટ મળે છે. આથી ઘણા લોકો લાલચમાં આવીને જરૂરિયાત વિનાની વસ્તુઓ ખરીદી લે છે. કારણે ખર્ચ વધે છે. આથી હંમેશા પોતાની જરૂરિયાતના હિસાબે શોપિંગ કરો. લાલચમાં આવીને જરૂર વિનાની વસ્તુઓ ખરીદશો.

ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી શોપિંગ કરશો

જાણકારોનું માનવું છે કે ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવાના બદલે કેશથી શોપિંગ કરવી જોઈએ. કાર્ડથી પૈસા ચૂકવવા પર તમને વાતનો અહેસાસ નથી થતો કે કેટલા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. જ્યારે કેશમાં પેમેન્ટ કરવાથી તમને જાણ થાય છે કે તમારા કેટલા પૈસા ખર્ચ થઈ રહ્યા છે.

માત્ર સામાન નહીં સંપત્તિ ખરીદો

ફેસ્ટિવ સીઝનમાં શોપિંગ કરતા સમયે પણ ધ્યાન રાખો કે તમે સામાન ખરીદી રહ્યા છો કે સંપત્તિ (મકાન, સોનું, ચાંદી વગેરે). સંપત્તિમાં તમારું રોકાણ થાય છે. જો તમને પૈસાની જરૂર પડે છે તો સંપત્તિ વેચી શકાય છે. તો સમય સાથે સામાનની કિંમત ઓછી થઈ જાય છે જ્યારે સંપત્તિની કિંમત વધે છે. આથી વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

(12:00 am IST)