અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતના રેલવે,કોલ,તથા કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ સાથે વાર્તાલાપની તક : આવતીકાલ 20 ઓક્ટો ના રોજ ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ,TVAsia,તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે કરાયેલું આયોજન
દિપ્તીબેન જાની દ્વારા: ન્યુજર્સી :યુ.એસ.માં કોન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયા(ન્યુયોર્ક),TVAsia, તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ 20 ઓક્ટો શનિવારના રોજ ભારતના રેલવે ,કોલ,તથા કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ સાથે વાર્તાલાપનું આયોજન કરાયું છે.
TVAsia ઓડિટોરિયમ,76 નેશનલ રોડ,એડિસન,ન્યુજર્સી મુકામે યોજાનારા આ વાર્તાલાપનો સમય સાંજે 5 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.જેમાં જોડાવા તમામને આમંત્રણ પાઠવાયું છે.
19 ઓક્ટો બપોરે 3 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેનાર હાજરી આપી શકશે.જે માટે commerce.newyork@mea.gov.in અથવા info@tvasiausa.com દ્વારા અથવા કોન્ટેક ન.(732)650-1100 દ્વારા સંપર્ક સાધી શકાશે સલામતીના કારણસર આમંત્રણ કાર્ડની નકલ સાથે લાવવા જણાવાયું છે.તેવું શ્રી જયેશ પટેલની યાદી જણાવે છે.