મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

મધ્યપ્રદેશ સરકારને મોટો ઝાટકો: હાઇકોર્ટે ઓબીસીના 27 ટકા આરક્ષણ પર રોક લગાવી

સરકારે ઘણી દલીલો સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો પરંતુ કોર્ટે તેને નામંજૂર કરતા ઓબીસી વર્ગને 27 ટકા આરક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો

ભોપાલ :  ઓબીસીના 27 ટકા આરક્ષણ મુદ્દે જબલપુર હાઈકોર્ટે શિવરાજ સરકારને ઝાટકો આપ્યો છે. હાઈકોર્ટે 27 ટકા આરક્ષણ પર રોક લગાવી છે. આ મામલે સુનાવણી દરમિયાન સરકારે ઘણી દલીલો સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો પરંતુ કોર્ટે તેને નામંજૂર કરતા ઓબીસી વર્ગને 27 ટકા આરક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.' મધ્ય પ્રદેશના મંત્રીએ સુનાવણી અગાઉ કોર્ટ સમક્ષ મજબૂત દલીલો થકી ઓબીસી આરક્ષણ અપાવીશું તેવો દાવો કર્યો હતો.

અગાઉ હાઈકોર્ટે ઓબીસી અનામત પરનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ રફીક અને ન્યાયમૂર્તિ વિજય કુમાર શુક્લાની ડિવિઝન બેંચે રાજ્ય સરકારની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે ઓબીસી અનામત પર પ્રતિબંધ બે વર્ષથી વધુ સમયથી અમલમાં છે.

કોર્ટે કહ્યું હતું કે આમાં કોઈ વચગાળાનો આદેશ પસાર કરવાને બદલે અરજદારોને અંતિમ નિકાલ આપવો યોગ્ય રહેશે. આ કેસમાં સુનાવણીની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ પછી જ રાજ્યમાં નિર્ણય લેવામાં આવશે કે OBC ને 27 ટકા અનામત મળશે કે નહીં. કુલ 34 અરજદારોએ કોર્ટમાં OBC અનામતને પડકાર્યો છે. રાજ્ય સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડવોકેટ જનરલ પુષ્પેન્દ્ર કૌરવે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તેમની તમામ દલીલો ફગાવી દીધી હતી.

(10:16 pm IST)