મુખ્ય સમાચાર
News of Saturday, 19th September 2020

શિવસેના બાદ NDAની બીજી સૌથી મોટા સહયોગી અકાળી દળ પણ તોડશે ગઢબંધન

5 વર્ષમાં, ધીમે ધીમે 16 પક્ષો અલગ થઈ ગયા

 

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1998માં એનડીએની રચના કરી હતી. અટલ બિહારી વાજપેયી ચેરમેન હતા  એનડીએની ભાગીદાર પાર્ટીએ અત્યાર સુધીમાં લોકસભાની 6 ચૂંટણી લડ્યા છે. શરૂઆતમાં તેમાં ભાજપ, એઆઈએડીએમકે, સમતા પાર્ટી, બીજેડી, અકાલી દળ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, પીએમકે, લોક શક્તિ, એમડીએમકે, હરિયાણા વિકાસ પાર્ટી, જનતા પાર્ટી, મિઝો નેશનલ ફ્રન્ટ અને એનટીઆર ટીડીપી એલપીનો સમાવેશ થતો હતોમોદીને ભાજપના વડા પ્રધાનપદ જાહેર કરવામાં આવ્યા ત્યારે એનડીએમાં 29 પક્ષો હતા. ચૂંટણીઓ પછી પણ ઘણા વધુ પક્ષો ગઠબંધનમાં આવ્યા, પરંતુ મોદીના રાજ્યાભિષેકના 5 વર્ષમાં, ધીમે ધીમે 16 પક્ષો અલગ થઈ ગયા. તે સમયે, 2019 માં એનડીએમાં 21 પાર્ટીઓ હતી.

(12:53 am IST)