મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

કોર્પોરેટ ટેક્ષ કંપનીઓ હાલ કેટલો ચુકવે છે? હવે કેટલો આપવો પડશે?

ટેક્ષ ઘટાડાનો લાભ ઘરેલુ તથા મેન્યુ. કંપનીઓને થશે

નવી દિલ્હી,તા.૨૦: સરકારે કોર્પોરેટ ટેક્ષ ઘટાવવાનું એલાન કર્યું છે. આ એલાન દરેક ઘરેલું કંપાીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે થશે. સરકારના આ એલાન બાદ શેર બજારમાં ત્યારે તેજી જોવા મળે છે.

હાલમાં ઘરેલું કંપનીઓને ૩૦ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડે છે. આ  ઉપરાંત તેને  સરચાર્જ પણ આપવો પડશે. હવેે આ કંપનીઓ એ ૨૨ ટકા આપવો પડશે. હાલમાં બેઝિક રીતે ૩૦ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડે છે.

હાલમાં સરચાર્જ મળીને ૩૧.૨ ટકાને હોય છે હવે આ કંપનીઓને ૨૨ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડશે. પ્રભાવી દરથી ટેક્ષ ૨૫.૧૭ ટકા હોય છે. તેના સરચાર્જ અને સેસ. પણ સામેલ છે.

હાલમાં કંપનીઓને બેઝિક રીતે ૩૦ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડે છે. બીજી બાજુ સરચાર્જ મળીને ૩૧.૨ ટકા હોય છે. હાલમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર વાળી કંપનીને જો તેની આવક ૧ કરોડ રૂપિયાથી ૧૦ કરોડ રૂપિયા સુધી છે. તો તેને ૩૦ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડે છે. ટેક્ષનો આ પ્રભાવી દર ૩૩.૩૮ ટકા હોય છે.

જો  ૨૦ કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતી કંપનીઓને હજુ ૩૪.૯૪ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડે છે.

જો કંપનીનું ટર્નઓવર ૪૦૦ કરોડ રૂપિયાથી ઓછુ છે અને આવક ૧ કરોડ રૂપિયા છે તો તેને હાલમાં ૨૫ ટકા કોર્પોરેટ ટેક્ષ અને પ્રભાવી દરથી ૨૬ ટકાથી ટેક્ષ આપવો પડે છે. બીજી બાજુ ૧ કરોડથી ૧૦ કરોડની આવકવાળી કંપનીઓને ૨૫ ટકા ટેક્ષ અને પ્રભાવી દરથી ૨૭.૮૨ ટકા ટેક્ષ આપવો પડે છે.

(3:47 pm IST)